The World Test Championship points table saw significant changes: ઓસ્ટ્રેલિયાએ પહેલી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું. મેચ ફક્ત 2 દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ. ચોથી ઇનિંગમાં 205 રનના લક્ષ્યનો પીછો કરતા, ટ્રેવિસ હેડે એકલા હાથે 123 રન બનાવીને ઓસ્ટ્રેલિયાની જીત સુનિશ્ચિત કરી. આ મેચ પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. વર્તમાન WTC સાઇકલમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને છે.
WTC પોઈન્ટ ટેબલ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયાનું પ્રભુત્વ છે. ઓસ્ટ્રેલિયાએ WTC 2025-27 સાઇકલમાં અત્યાર સુધી તેની ચારેય મેચ જીતી છે, જેનાથી તેને 100 પોઈન્ટની ટકાવારી મળી છે. ઓસ્ટ્રેલિયા હાલમાં અન્ય ટીમોથી ઘણું આગળ છે. બીજી તરફ, ઈંગ્લેન્ડ માટે મુશ્કેલીઓ વધી રહી છે, જેને 2025-27 સાઇકલમાં તેની 6 મેચમાંથી માત્ર 2 જ મેચ જીતી છે. ઈંગ્લેન્ડની ટીમ 36.11 પોઈન્ટની ટકાવારી સાથે છઠ્ઠા સ્થાને છે. વર્તમાન WTC ચેમ્પિયન સાઉથ આફ્રિકા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. શ્રીલંકા ત્રીજા અને ભારત ચોથા સ્થાને છે. પાકિસ્તાન પાંચમા અને ઈંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ હજુ સુધી જીત નોંધાવી શક્યા નથી, તેઓ અનુક્રમે સાતમા અને આઠમા સ્થાને છે. અને ન્યુઝીલેન્ડ એકપણ મેચ રમ્યા વગર 9 માં ક્રમે છે.
ઓસ્ટ્રેલિયા
સાઉથ આફ્રિકા
શ્રીલંકા
ભારત
પાકિસ્તાન
ઇંગ્લેન્ડ
બાંગ્લાદેશ
વેસ્ટ ઇન્ડીઝ
ન્યુઝીલેન્ડ
આ મેચ ફક્ત 2 દિવસ ચાલી
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ એશિઝ ટેસ્ટ ફક્ત 2 દિવસ ચાલી, જેના કારણે પર્થની પિચની વ્યાપક ટીકા થઈ. ઇંગ્લેન્ડની ટીમ તેના પ્રથમ ઇનિંગમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયા તેના જવાબમાં ફક્ત 132 રન જ બનાવી શક્યું હતું. ઇંગ્લેન્ડ પાસે બીજી ઇનિંગમાં 40 રનની લીડ હતી. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ પણ બેટિંગમાં નિષ્ફળ સાબિત થઈ, જેમાં તેઓ ફક્ત 164 રન બનાવી શક્યા, પરંતુ પ્રથમ ઇનિંગમાં 40 રનની લીડના આધારે, તેમણે ઓસ્ટ્રેલિયાને 205 રનનો લક્ષ્યાંક આપ્યો. ટ્રેવિસ હેડની 123 રનની સેંચુરી અને માર્નસ લાબુશેનના 51 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ મેચ સરળતાથી જીતી લીધી.




















