South Africa announced the squad for the ODI and T20 matches: સાઉથ આફ્રિકા ભારતમાં આવીને બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચ રમવાની છે. જેમા હાલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. ત્યારપછી, બંને દેશો વનડે અને ટી20 મેચ રમશે. વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરૂ થવાની છે, જ્યારે ટી20 સીરિઝ 9 ડિસેમ્બરથી શરૂ થવાની છે.
એનરિચ નોર્ટજે એક વર્ષ પછી ફરીથી T20 ટીમમાં સામેલ
શુક્રવાર, 21 નવેમ્બરના રોજ ODI અને T20 સીરિઝ માટે સાઉથ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. Temba Bavuma ODI સીરિઝમાં સાઉથ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે Aiden Markram T20 સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે. T20 ટીમમાં Anrich Nortje નો પણ સમાવેશ થાય છે, જે ઈજાને કારણે 1 વર્ષ પછી ફરીથી ટીમમાં સામેલ થયા છે.
ODI સીરિઝ પછી T20 સીરિઝ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ 30 નવેમ્બરે રાંચીમાં મેચથી શરૂ થશે. બીજી ODI 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે, જ્યારે છેલ્લી ODI 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. ODI સીરિઝ પછી, બંને ટીમો પાંચ મેચની T20I સીરિઝમાં એકબીજાનો સામનો કરશે.
T20 મેચ કયા રમાશે?
ટી20 સીરિઝ 9 ડિસેમ્બરે કટકમાં પ્રથમ મેચથી શરૂ થશે. બીજી મેચ 11 ડિસેમ્બરે મુલ્લાનપુર (ન્યૂ ચંદીગઢ) માં રમાશે. ત્રીજી ટી20 મેચ 14 ડિસેમ્બરે ધર્મશાળામાં, ચોથી 17 ડિસેમ્બરે લખનૌમાં અને છેલ્લી ટી20 મેચ 19 ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
સાઉથ આફ્રિકા સ્ક્વાડ ODI: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, કોર્બીન બોશ, મેથ્યુ બ્રીટ્ઝકે, ડેવોલ્ડ બ્રેવિસ, નાન્ડ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી ઝોર્ઝી, રૂબિન હર્મન, માર્કો જેન્સન, કેશવ મહારાજ, એડેન માર્કરામ, લુંગી ન્ગીડી, રાયન રિકેલ્ટન અને પ્રેનેલન સુબ્રાયેન.
સાઉથ આફ્રિકા સ્ક્વાડ T20I: એડેન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીલ બાર્ટમેન, કોર્બીન બોશ, ડેવોલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી ઝોર્ઝી, ડોનોવન ફેરેરા, રીઝા હેન્ડ્રિક્સ, માર્કો જેન્સન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના માફાકા, ડેવિડ મિલર, લુંગી ન્ગીડી, એનરિચ નોર્ટજે અને ટ્રિસ્ટન સ્ટબ્સ.




















