Asia Cup Rising Stars 2025: જિતેશ શર્માના નેતૃત્વમાં ભારત A ટીમે Asia Cup Rising Stars 2025ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરીને ગ્રુપ Bમાં બીજા સ્થાને રહેનારી ભારતીય ટીમ હવે ટાઇટલથી માત્ર બે જીત દૂર છે.
સેમિફાઇનલનું શેડ્યૂલ
પ્રથમ સેમિફાઇનલ: ભારત A vs બાંગ્લાદેશ A – 21 નવેમ્બર, બપોરે 3:00 વાગ્યે
બીજી સેમિફાઇનલ: પાકિસ્તાન A vs શ્રીલંકા A – 21 નવેમ્બર, રાત્રે 8:00 વાગ્યે
ગ્રુપ Aમાં ટોચનું સ્થાન મેળવનાર બાંગ્લાદેશ સામે ભારતનો સામનો થશે, જ્યારે ગ્રુપ Bની ટોપર પાકિસ્તાનનો મુકાબલો ગ્રુપ Aની રનર્સ-અપ શ્રીલંકા સામે થશે.ફાઇનલમાં ભારત-પાકિસ્તાન ટક્કરની પ્રબળ શક્યતા! જો ભારત બાંગ્લાદેશને અને પાકિસ્તાન શ્રીલંકાને હરાવશે તો ફાઇનલમાં ફરી એકવાર ભારત-પાકિસ્તાન મહામુકાબલો જોવા મળી શકે છે. બંને ટીમો લીગ સ્ટેજમાં પહેલેથી જ એકબીજા સામે રમી ચૂકી છે, હવે ટાઇટલ માટેની લડત વધુ રોમાંચક બની શકે છે.
ભારતની જીતના કી-પ્લેયર્સ
વૈભવ સૂર્યવંશી: વિસ્ફોટક ઓપનિંગની જવાબદારી, જો તેણે ઝડપી શરૂઆત આપી તો બાંગ્લાદેશ માટે મુશ્કેલી વધશે.
કેપ્ટન જિતેશ શર્મા: મિડલ ઓર્ડરનો મજબૂત આધાર અને વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમની રણનીતિનું કેન્દ્ર.
ભારતીય યુવા ટીમ હવે બીજું સતત એશિયન રાઇઝિંગ સ્ટાર્સ ટાઇટલ જીતવાની નજીક છે. 21 નવેમ્બરે બપોરે 3 વાગ્યે બધી નજરો ભારત-બાંગ્લાદેશ મુકાબલા પર રહેશે!




















