The first match of the Ashes series broke many records: એશિઝ સીરિઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઐતિહાસિક પર્થ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જોકે, બોલરોએ આ મેચમાં અત્યાર સુધી પ્રભુત્વ જમાવ્યું છે, જેના કારણે અનેક રેકોર્ડ બન્યા છે. કોઈપણ ટીમ તેમની પ્રથમ ઇનિંગમાં 200 રન સુધી પહોંચી શકી નથી. યજમાન ટીમ ફક્ત 132 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ઓસ્ટ્રેલિયાનો ઘરઆંગણે એશિઝ મેચમાં બીજો સૌથી ઓછો સ્કોર હતો. તેના સિવાય ઓસ્ટ્રેલિયા 2010-11 બોક્સિંગ ડે ટેસ્ટમાં ફક્ત 98 રન જ બનાવી શક્યું હતું.
બંને ટીમો ભેગી થઈને માત્ર 78.1 ઓવર જ બેટિંગ કરી શકી!
ઇંગ્લેન્ડે પણ તેમની પ્રથમ ઇનિંગમાં સંઘર્ષ કર્યો, પ્રથમ બેટિંગ કરતા 172 રનમાં ઓલઆઉટ થઈ ગયું. બંને ટીમો ભેગી થઈને માત્ર 78.1 ઓવર જ રમી શકી. જે એશિઝ સીરિઝના ઇતિહાસમાં બીજા ક્રમની સૌથી ટૂંકી ઇનિંગ છે. આ રેકોર્ડ 1902 મેલબોર્ન ટેસ્ટ (47.5 ઓવર) ના નામે છે.
સ્ટોક્સે ઇતિહાસ રચ્યો
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે આ મેચમાં ઇતિહાસ રચ્યો. તેને ઓસ્ટ્રેલિયાને પરાજિત કરવા માટે 6 ઓવરમાં 23 રન આપીને 5 મહત્વપૂર્ણ વિકેટ લીધી, જે એશિઝમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર કોઈ ઈંગ્લિશ કેપ્ટન દ્વારા શ્રેષ્ઠ બોલિંગ આંકડા રેકોર્ડ કરે છે. આ રેકોર્ડ અગાઉ ગુબી એલન (5/36, 1936) ના નામે હતો.
ઇંગ્લેન્ડના કેપ્ટનો દ્વારા શ્રેષ્ઠ આંકડા (એશિઝ, ઓસ્ટ્રેલિયા)
5/23 – બેન સ્ટોક્સ, પર્થ 2025
5/36 – ગુબી એલન, બ્રિસ્બેન 1936
5/46 – જોની ડગ્લાસ, મેલબોર્ન 1912
5/49 – ફ્રેડી બ્રાઉન, મેલબોર્ન 1951
5/66 – બોબ વિલિસ, બ્રિસ્બેન 1982
200 થી ઓછા રનમાં ઓલઆઉટ
1990/91 પછી આ પહેલી વાર છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશિઝ ટેસ્ટની પહેલી ઇનિંગમાં બંને ટીમો 200 થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગઈ હોય. આ 1990/91 માં ગાબામાં રમાયેલ ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડ 194 રનમાં અને ઓસ્ટ્રેલિયા 152 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
અત્યાર સુધી મેચ કેવી રહી?
પહેલા બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે તેમની પ્રથમ ઇનિંગમાં ફક્ત 172 રન જ કર્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે સાત વિકેટ લીધી. જોકે, જવાબમાં ઓસ્ટ્રેલિયા 132 રનમાં જ આઉટ થઈ ગયું. જેમા બેન સ્ટોક્સે બોલિંગ કૌશલ્ય બતાવ્યું અને માત્ર 23 રનમાં પાંચ વિકેટ લીધી. બ્રાયડન કાર્સે પણ ત્રણ વિકેટ લીધી.




















