Asia Cup Rising Stars India-A vs Bangladesh-A: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની સેમિફાઇનલ મેચમાં બાંગ્લાદેશે ટીમ ઇન્ડિયા માટે 195 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. બાંગ્લાદેશ તરફથી હબીબુર રહેમાને 65 રન બનાવ્યા હતા, જ્યારે એસ. એમ મહરૂબે 18 બોલમાં ધમાકેદાર 48 રન બનાવ્યા. યાસિર અલીએ પણ 9 બોલમાં 17 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશે 19 મી ઓવરમાં 28 રન બનાવ્યા હતા, અને તેમની ઇનિંગની અંતિમ ઓવરમાં 22 રન બનાવ્યા હતા.
છેલ્લી ત્રણ ઓવરમાં 61 રન
એક સમયે, બાંગ્લાદેશને 170 રન સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. 17 ઓવર પછી ટીમનો સ્કોર 133 હતો, પરંતુ ભારતીય બોલરો છેલ્લી 3 ઓવરમાં ખૂબ જ રન આપ્યા. જેમા નમન ધીરે 19 મી ઓવરમાં 28 રન આપ્યા, જેમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે વિજયકુમાર વૈશાકે છેલ્લી ઓવરમાં 22 રન આપ્યા. ફક્ત છેલ્લી બે ઓવરમાં, બાંગ્લાદેશી બેટ્સમેનોએ 6 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. ભારતીય બોલર વૈશાકે તેના 4 ઓવરના સ્પેલમાં 51 રન આપ્યા.
43 રનની ઓપનિંગ ભાગીદારી
બાંગ્લાદેશની શરૂઆત મજબૂત રહી, હબીબુર રહેમાન અને ઝીશાન આલમે 43 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી. મજબૂત શરૂઆત પછી, ભારતીય બોલરોએ વચ્ચેની ઓવરોમાં બાંગ્લાદેશના સ્કોર પર બ્રેક લગાવી દીધી. 17 ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર ફક્ત 133 રન હતો. 194 રનનો લક્ષ્યાંક અશક્ય લાગતો હતો. પરંતુ એસ. એમ મહરૂબ અને યાસીર અલીએ શાનદાર બેટિંગ કરી અને બાંગ્લાદેશને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું.




















