England Australia Ashes series: સ્ટીવ સ્મિથ નવા કેપ્ટન પર્થમાં 21 નવેમ્બરથી શરૂ થનારી 2025-26 એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. પેટ કમિન્સ ઈજાને કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર થતાં સ્ટીવ સ્મિથને ટીમની કમાન સોંપવામાં આવી છે.ઓસ્ટ્રેલિયન ટીમમાં બે મોટા સમાચાર છે, યુવા ઓપનર જેક વેધરલ્ડ અને ફાસ્ટ બોલર બ્રેન્ડન ડોગેટ પોતાની પહેલી ટેસ્ટ રમશે. 2019 પછી પહેલી વાર એક જ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ બે ડેબ્યૂટન્ટને મેદાનમાં ઉતાર્યા છે, અને 2011 પછી એશિઝમાં પહેલી વાર આવું થયું છે.
સ્પીડસ્ટાર માર્ક વુડ સંપૂર્ણપણે ફિટ
ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 21 નવેમ્બરથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાનારી Ashes seriesની પ્રથમ ટેસ્ટ મેચ માટે 12 સભ્યોની ટીમની ઔપચારિક જાહેરાત કરી દીધી છે. સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે સ્પીડસ્ટાર માર્ક વુડ સંપૂર્ણપણે ફિટ થઈ ગયા છે અને તેઓ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની મજબૂત દાવેદારી ધરાવે છે. વોર્મ-અપ મેચમાં ડાબી હેમસ્ટ્રિંગમાં જડતા અનુભવાઈ હતી, જેના કારણે વુડને સાવચેતીરૂપે સ્કેન કરાવવું પડ્યું હતું, પરંતુ ECBએ તેમને ફિટ જાહેર કરતાં ઈંગ્લિશ ઝડપી બોલિંગ આક્રમણ હવે પૂરેપૂરું ત્રાટકવાની તૈયારીમાં છે.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ઉસ્માન ખ્વાજા
માર્નસ લાબુશેન
સ્ટીવ સ્મિથ (કેપ્ટન)
ટ્રેવિસ હેડ
કેમેરોન ગ્રીન
એલેક્સ કેરી (વિકેટકીપર)
મિશેલ સ્ટાર્ક
નાથન લિયોન
બ્રેન્ડન ડોગેટ (ડેબ્યૂ)
સ્કોટ બોલેન્ડ
ઇંગ્લેન્ડના 12 ખેલાડીઓ
બેન ડકેટ
ઝેક ક્રોલી
ઓલી પોપ
જો રૂટ
હેરી બ્રુક
બેન સ્ટોક્સ (કેપ્ટન)
જેમી સ્મિથ (wk)
ગુસ એટકિન્સન
બ્રાયડન કાર્સ
જોફ્રા આર્ચર
શોએબ બશીર
માર્ક વુડ
ભારતમાં મેચનો સમય અને પ્રસારણ
પહેલી ટેસ્ટ (પર્થ): સવારે 7:50 વાગ્યાથી (IST)
બીજી ટેસ્ટ (એડિલેડ, ડે-નાઇટ): સવારે 9:30 વાગ્યાથી
ત્રીજી-પાંચમી ટેસ્ટ: સવારે 5:30 વાગ્યાથી




















