Mitchell Starc, Australia vs England, 1st Test 2025: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની પ્રતિષ્ઠિત એશિઝ સીરિઝ શરૂ થઈ ગઈ છે. પહેલી મેચ પર્થમાં રમાઈ રહી છે, જ્યાં મિશેલ સ્ટાર્કે પોતાની ઘાતક બોલિંગથી એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. તે એશિઝમાં 100 વિકેટ લેનારા મહાન ખેલાડીઓની લિસ્ટમાં જોડાઈ ગયો છે. 2013 થી અત્યાર સુધી, 35 વર્ષીય સ્ટાર્કે એશિઝમાં 23 મેચ રમી છે. આ સમય દરમિયાન, તેને 43 ઇનિંગ્સમાં 26.65 ની સરેરાશથી 100 વિકેટ હાંસલ કરી છે.
સ્ટાર્કે જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો
આટલું જ નહીં, સ્ટાર્કે ટેસ્ટ ડેબ્યૂ પછી ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવામાં જેમ્સ એન્ડરસનને પાછળ છોડી દીધો છે. આ ઇંગ્લિશ દિગ્ગજ ખેલાડીએ પ્રથમ ઓવરમાં છ વિકેટ લીધી છે, જ્યારે મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ હવે સાત પર પહોંચી ગયો છે. આ દિગ્ગજો પછી, સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને છે. તેને ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં પાંચ વિકેટ લીધી છે. કેમાર રોચ ચાર વિકેટ લઈને ચોથા સ્થાને છે.
ટેસ્ટ ઇનિંગ્સની પહેલી ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો (મિશેલ સ્ટાર્કના ડેબ્યૂ પછી)
7 - મિશેલ સ્ટાર્ક
6 - જેમ્સ એન્ડરસન
5 - સ્ટુઅર્ટ બ્રોડ
4 - કેમાર રોચ
પર્થ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનું કંગાળ પ્રદર્શન
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. અને પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે 32.5 ઓવરમાં માત્ર 172 રન બનાવીને ઓલ-આઉટ થઈ ગઈ. જેમા જેક ક્રોલી (0), બેન ડકેટ (21), ઓલી પોપ (46), જો રૂટ (0), હૈરી બ્રૂક (52), કેપ્ટન બેન સ્ટોક્સ (6), જેમી સ્મિથ (33), ગુસ એટકિન્સન (1), બ્રાયડન કાર્સ (6), જોફ્રા આર્ચર (0 નોટઆઉટ) અને માર્ક વૂડ (0) માં આઉટ થઈ ગયા. જેમા મિશેલ સ્ટાર્કે 12.5 ઓવરમાં 4 મેઇડન ઓવર 58 રન આપીને 7 વિકેટ મેળવી. જેમા જેક ક્રોલી, બેન ડકેટ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમી સ્મિથ, ગુસ એટકિન્સન અને માર્ક વૂડની વિકેટ સામેલ છે.




















