National Nutrition Week: ભારતમાં દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 'નેશનલ ન્યુટ્રીશન વીક' ઉજવવામાં આવે છે. આપને જણાવીએ કે, ભારતમાં સૌપ્રથમ ન્યુટ્રીશન વીક1982 માં ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં નેશનલ ન્યુટ્રીશન વીક' ઉજવવામાં આવે છે. જેનો હેતુ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે પોષણના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને આ દિવસ સંતુલિત આહારના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવામાં આવે છે. આજના વ્યસ્ત જીવનમાં મોટાભાગના લોકો બિન આરોગ્યપ્રદ ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.
1.પાલક
વિટામિન A, C અને K તેમજ આયર્ન, કેલ્શિયમ અને ફાઇબરથી ભરપૂર, પાલક રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, હાડકાના સ્વાસ્થ્ય અને પાચનને સુધારવામાં મદદીરૂપ છે.
2. ગ્રીક દહીં
આ એક ક્રીમી દહીં છે, આ દહીં સામાન્ય દહીં કરતાં અલગ હોય છે. પ્રોટીન, કેલ્શિયમ અને પ્રોબાયોટીક્સથી ભરપૂર ગ્રીક દહીં આંતરડાના સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે. આ સાથે, તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે અને વજન પણ નિયંત્રણમાં રહે છે.
3. બ્લુબેરી
એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન C અને K અને ફાઇબરથી ભરપૂર બ્લુબેરી મનની શક્તિમાં વધારો કરે છે. ઓક્સિડેટીવ તણાવ અટકાવે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
4. ક્વિનોઆ
ક્વિનોઆ એક સંપૂર્ણ પ્રોટીન સ્ત્રોત, જેમાં તમામ આવશ્યક એમિનો એસિડ હોય છે, ક્વિનોઆ ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે. તે વજનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે, પાચનને સુધારે છે અને બ્લડ સુગર નિયંત્રણમાં સુધારો કરે છે.
(Disclamer : અહીં આપેલી માહિતી ફક્ત પ્રાથમિક જાણકારી આધારીત છે. જેની અમલવારી કરતા પહેલા યોગ્ય એક્સપર્ટની સલાહ લેવી. આ વિગતો સંપૂર્ણ સત્ય હોવાની offbeatstories ખાતરી કરતું નથી)