તમામ બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ માટે જરૂરી છે કે તે પોતાના નોમિનીનું નામ નોંધાવે. આનાથી જો એકાઉં હોલ્ડરને કંઈ થાય છે તો પૈસા કોને આપવામાં આવે. તે સ્પષ્ટ કરે છે કે સંબંધીઓ વચ્ચે ઝઘડા ઓછા થાય છે. પરંતુ સવાલ એ થાય છે કે જો ખાતામાં પહેલાથી જ નોંધાયેલા નોમિનીનું જ મોત થઈ જાય તો, પૈસા કોને મળશે. આવા કેસમાં પહેલા બેન્કોને થોડી પરેશાની થતી હતી કે એકાઉન્ટ હોલ્ડરના પૈસા કોને આપવા?
આની માટે લાંબી કાયદાકીય પ્રોસેસ કરવી પડે છે. પરંતુ હવે આની માટે ભારત સરકાર તરફથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેનાથી હવે બેન્ક એકાઉન્ટમાં જોડાયેલા નોમિનીનું મોત થાય જે તો પણ બેન્કને પૈસા આપવામાં કોઈ પરેશાની ન પડે. તો ચાલો જાણીએ કે આવી સ્થિતિમાં કોને પૈસા મળે છે.
નોનીમિનીનું મોત થાય તો કોને પૈસા મળે?
બેન્ક એકાઉન્ટમાં નોમિનીનું નામ નોંધાવવું જરૂરી હોય છે. જેથી જો ખાતા ધારકનું મોત થાય તો કાયદાકીય રીતે નોમિનીના એકાઉન્ટમાં રકમ જમા થઈ જાય છે. પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે નોમિનીનું નામ નોંધાયેલું હોય અને તેનું પણ મોત થઈ જાય. તો આવી સ્થિતિમાં પૈસા કોને આપવા કારણ કે નોમિનીનું પણ મોત થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં પૈસા નોમિનીને આપવામાં આવશે. પરંતુ અહીં નોમિની બીજો હશે. તમને જણાવી દઈએ કે સરકાર તરફથી બેન્કોમાં નોમિનીને લઈને નિયમો બદલી નાખ્યા છે. જે 1 નવેમ્બર 2025થી લાગુ થશે.
એકની જગ્યાએ હોઇ શકે છે 4 નોમિની
સરકાર તરફથી જારી કરવામાં આવેલા નવા નિયમ હેઠળ હવે એક એકાઉન્ટ હોલ્ડર પોતાના બેન્ક એકાઉન્ટ કે લોકરમાં ચાર નામ લખાવી શકે છે. તમે આ નામ એક સાથે અથવા વારાફરતી નોંધાવી શકો છો. જો તમે ક્રમશ નામ પસંદ કર્યું છે તો પહેલા નોમિનીનું મોત થાય છે તો તેના પછીનો નોમિની એક્ટિવ થઈ જાય છે અને પૈસા તેના ખાતામાં અપાવમાં આવશે.




















