Mahindra Scorpio N: આ દિવાળી પર, ભારત સરકાર આવશ્યક વસ્તુઓ પર GST ઘટાડવાનું આયોજન કરી રહી છે. તેમાં કારનો પણ સમાવેશ થાય છે. તહેવારોની મોસમ દરમિયાન દેશમાં મોટી સંખ્યામાં કાર વેચાય છે. આવી સ્થિતિમાં, મધ્યમ વર્ગના પરિવાર માટે કાર ખરીદવીએ સ્વપ્નથી ઓછી નથી. જો તમે Mahindra Scorpio ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો કે, GST ઘટાડા પછી Mahindra Scorpio કેટલી સસ્તી થશે.
Mahindra Scorpio N કેટલી સસ્તી થશે?
Mahindra Scorpio N અમદાવાદમાં base Z2 ડીઝલ E વેરિઅન્ટની કિંમત ₹14.49 લાખ અને ટોપ-એન્ડ Z8L કાર્બન એડિશન AT ની કિંમત લગભગ ₹22.50 લાખ સુધીની છે. આના પર GST અને સેસની વાત કરીએ તો તે 4 લાખ 66 હજાર 400 રૂપિયા સુધીનું GST અને સેસ લાગે પડે છે. અમદાવાદમાં ઓન રોડ કિંમત 15.63લાખ થી 28.11 લાખ સુધી જાય છે. જો GST ઘટાડીને 18 ટકા કરવામાં આવે છે, તો ગ્રાહકો ખરીદી પર 67 હજાર રૂપિયા બચાવી શકશે.
Mahindra Scorpio N ના ફીચર્સ
Mahindra Scorpio N તેની શાનદાર બિલ્ડ ક્વાલિટી અને ઓફ-રોડિંગ ક્ષમતા માટે જાણીતી છે. તેમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પો છે. Scorpio માં હવે 6 એરબેગ્સ, ADAS, રીઅર કેમેરા, 8 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ, Android Auto, Apple CarPlay, ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, રીઅર AC વેન્ટ્સ અને વેન્ટિલેટેડ સીટ્સ જેવી આધુનિક ફીચર્સ પણ સામેલ છે. સનરૂફ અને ક્રુઝ કંટ્રોલ તેને વધુ પ્રીમિયમ બનાવે છે.