Tata Tiago: આ દિવાળી પર ભારત સરકાર GST ઘટાડવાની યોજના બનાવી રહી છે. આમાં નાની કારનો પણ સમાવેશ થાય છે. જો તમે આવનારા સમયમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે જાણવું જોઈએ કે, કાર પરનો GST 28% થી ઘટાડીને 18% થવાનો છે. આવી સ્થિતિમાં જાણો કે, જો Tata Tiago પર ટેક્સ ઓછો કરવામાં આવે છે, તો તમને આ કાર પહેલા કરતાં કેટલી સસ્તી મળશે?
Tata Tiago કેટલી સસ્તી થશે?
Tata Tiago હેચબેકની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 4.99 લાખ રૂપિયા છે, જેના ટોપ વેરિઅન્ટની કિંમત 8.55 લાખ રૂપિયા છે. જો આ કાર પર 10% GST ઘટાડવામાં આવે છે, તો ગ્રાહકો બેઝ વેરિઅન્ટ પર લગભગ 50 હજાર રૂપિયા બચાવી શકે છે. Tata Tiago 12 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં પેટ્રોલ અને CNG બંને વિકલ્પો ઉપલબ્ધ છે. Tiago માં 1199cc 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ એન્જિન સામેલ છે. આ કારમાં એન્જિન 6000rpm પર 86PS પાવર અને 3300rpm પર 113Nm ટોર્ક આપે છે.
આ પણ વાંચો : GST ના ઘટાડા પછી Tata Punch ની કિંમતમાં મોટો ઘટાડો! : જાણો ડિઝાઇન, એન્જિન, સેફટી, ફીચર્સ અને માઈલેજની માહિતી
Tata Tiago ની પાવર
Tata Tiago CNG માં પણ ઉપલબ્ધ છે. Tiago CNG નું એન્જિન 6000rpm પર 75.5PS પાવર અને 3500rpm પર 96.5Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 242 લિટરની બૂટ સ્પેસ સાથે આવે છે. Tata Tiago નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170mm છે. આ ટાટા કારના આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે.
આ પણ વાંચો : GST ઘટાડાને કારણે Maruti Wagon R કેટલી સસ્તી થશે ? : જાણો કિંમત અને ડિટેલ્સ
Tata Tiago ની માઈલેજ?
Tata Tiago નું પેટ્રોલ મેન્યુઅલ વેરિઅન્ટ 20.09 કિમી/લીટર માઈલેજ આપે છે. જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે, આ ટાટા કાર 19 કિમી/લીટર માઈલેજ આપે છે. આ સાથે, Tata Tiago કાર CNG મોડમાં વધુ સારી માઈલેજ આપે છે. Tiago CNG મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 26.49 કિમી/કિલોગ્રામ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 28.06 કિમી/કિલોગ્રામ માઈલેજ આપે છે.