logo-img
Hand Foot Mouth Disease Spike Know Symptoms And Treatment

બાળકોથી પુખ્ત વયના લોકોમાં વાયરલ ઇન્ફેકશન : જાણો કઈ છે આ બીમારી અને બચાવ માટે શું કરવું

બાળકોથી પુખ્ત વયના લોકોમાં વાયરલ ઇન્ફેકશન
Published by: Offbeat Team
| Last Updated: Sep 26, 2025, 04:45 AM IST

દિલ્હીના ડોકટરોએ 2 થી 7 વર્ષની વયના બાળકોમાં હાથ, પગ અને મોં રોગ (HFMD) ના કેસોમાં થોડો વધારો જોયો હતો, પરંતુ હવે પુખ્ત વયના લોકો અને મોટી ઉંમરના લોકોમાં પણ લક્ષણો દેખાઈ રહ્યા છે. ઘણા બાળકોમાં ફોલ્લીઓ, તાવ અથવા મોંમાં ચાંદા જેવા લક્ષણો જોયા પછી તેઓએ સાવચેતી રાખવાની સલાહ આપી. નિષ્ણાતો અનુસાર, આ વાયરલ બીમારી, જેને હેન્ડ-ફૂટ-માઉથ ડીસીઝ કહેવાય છે, તે કોક્સસેકીવાયરસ (Coxsackievirus)ને કારણે થાય છે. જ્યારે તે શિશુઓ અને બાળકોમાં વધુ સામાન્ય છે, પુખ્ત વયના લોકો પણ સંક્રમિત વ્યક્તિ સાથે નજીકના સંપર્ક દ્વારા અથવા દૂષિત સપાટીઓને સ્પર્શ કરે છે તો તેનો ચેપ લાગી શકે છે. તો, ચાલો આ ફેલાતા રોગના લક્ષણો અને નિવારણ પદ્ધતિઓ વિશે જાણીએ.

શું છે હેન્ડ-ફૂટ-માઉથ ડીસીઝ?

હેલ્થ એક્સપર્ટ અનુસાર, હેન્ડ-ફૂટ-માઉથ ડીસીઝ એક વાયરલ બીમારી છે જેના અમુક ડર્મેટોલોજીકલ રીએક્શન હોય છે. આ વાયરસ ચોક્કસ ઋતુઓમાં જોવા મળે છે, જેમ કે વર્તમાન ચોમાસા પછીની ઋતુ, જેમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ ઋતુ દરમિયાન ઘણી વાયરલ બીમારીઓનું પ્રમાણ થોડું વધી જાય છે.

હેન્ડ-ફૂટ-માઉથ ડીસીઝ એ એક સામાન્ય વાયરલ ચેપ છે જે ઘણીવાર ગળામાં શરૂ થાય છે. મોટાભાગની વાયરલ બીમારીઓ સેલ્ફ-લિમિટિંગ હોય છે, એટલે કે તે પોતાની મેળે જ ઠીક થઈ જાય છે, પરંતુ બીમારીને સંપૂર્ણપણે દૂર થવામાં સામાન્ય રીતે 5 થી 7 દિવસ લાગે છે.

હાથ-પગ-માઉથ રોગ કેવી રીતે ફેલાય છે?

નિષ્ણાતો અનુસાર, આ વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ડ્રોપ્લેટ્સ (નાના હવાના ટીપાં) દ્વારા ફેલાઈ શકે છે, જે બીમાર વ્યક્તિ છીંકે છે, ખાંસી કરે છે અથવા નાક ફૂંકે છે ત્યારે બહાર નીકળે છે. તમને આ બીમારી ત્યારે દેખાય છે જ્યારે,

  • સંક્રમિત વ્યક્તિ તમારી નજીક આવે છે અને છીંકે છે અથવા ખાંસી કરે છે.

  • વાયરસથી સંક્રમિત વસ્તુને સ્પર્શ કરવો, જેમ કે રમકડું કે દરવાજાનો હેન્ડલ અડ્યા બાદ તમારા નાક, આંખો કે મોંને સ્પર્શ કરવો.

  • તમે ચેપગ્રસ્ત વ્યક્તિના પ્રવાહીને સ્પર્શ કરો છો.

  • જો કોઈ વ્યક્તિને આ રોગ થાય છે, તો શરૂઆતના દિવસોમાં તે બીજા લોકોમાં ખૂબ જ સરળતાથી ફેલાઈ શકે છે.

હેન્ડ-ફૂટ-માઉથ ડીસીઝના લક્ષણ શું છે?

સંક્રમિત વ્યક્તિ કે વાયરસના સંપર્કમાં આવ્યા બાદ લક્ષણો સામે આવવામાં 3 થી 7 દિવસે સમય લાગી શકે છે. આના અમુક કોમન લક્ષણો છે:

  • તાવ

  • માથાનો દુખાવો

  • ભૂખ ઓછી લાગવી

  • હાથ અને પગ પર ફોલ્લા

  • ગળું ખરાબ થવું

  • હાથ, પગ અને ડાયપર વિસ્તારમાં ફોલ્લીઓ

  • ગળામાં ચાંદા (કાકડા સહિત), મોં અને જીભમાં અલ્સર

હેન્ડ-ફૂટ-માઉથ રોગ કેવી રીતે અટકાવવો?

જો તમને ગરદન અથવા હાથ અને પગમાં દુખાવો જેવા કોઈ લક્ષણોનો અનુભવ થાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. કેટલાક કિસ્સાઓમાં, શરીરમાં એંઠણ પણ થઈ શકે છે. જો તમને વધુ તાવ આવે તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઉપરાંત, જો તમને શુષ્ક ત્વચા, વજન ઘટાડવું, ચીડિયાપણું, સતર્કતાનો અભાવ અથવા પેશાબમાં વધારો અથવા ઘટાડો જેવા ડિહાઇડ્રેશનના લક્ષણો દેખાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.

આ રોગ ધરાવતા કોઈપણ વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો. તમારા હાથ સારી રીતે અને વારંવાર ધોવા, ખાસ કરીને જો તમે બીમાર લોકોના સંપર્કમાં હોવ તો. બાળકોને તેમના હાથ સારી રીતે અને વારંવાર ધોવાનું શીખવો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now