દિલ્હીથી ઇન્દોર જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI2913ને ટેકઓફ બાદ તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું. કોકપીટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગવાનો સંકેત મળતા માનક પ્રક્રિયા મુજબ એન્જિન બંધ કરીને વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું.
એર ઇન્ડિયાનું નિવેદન
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે. મુસાફરોને ઇન્દોર મોકલવા માટે તાત્કાલિક વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાઇલોટની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો
એલાર્મ વાગતા જ મુસાફરોમાં થોડો ગભરાટ ફેલાયો હતો, પરંતુ પાયલોટે તરત જ જરૂરી સાવચેતી રાખી, એન્જિન બંધ કર્યું અને હવામાં વિમાનને નિયંત્રણમાં રાખ્યું. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું. થોડા જ સમયમાં બધા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.