વિશ્વમાં કોની ઈચ્છા હોય કે તે વૃદ્ધ અને કદરુપા દેખાય પરંતુ આવું અશક્ય ચએ. પરંતુ તમને લાંબા સમય સુધી યુવાન દેખાઈ શકો છો. તેની માટે તમારે સારી ડાયટ, ફિઝિકલ એક્ટિવિટી, સ્ટ્રેસ ફ્રી લાઈફ, ભરપૂર ઊંઘ, જરૂરી હાઇડ્રેશન અને સ્કીનને જવાન રાખવા માટે મદદગાર અમુક ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.
તો ચાલો આપણે અહીં એવા એન્ટિઓક્સિડેન્ટસ, વિટામીન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર ફૂડ્સ વિશે જાણીએ કે જેને તમે પોતાની ડાયટમાં સામેલ કાર શકો છો.
યુવાન દેખાવા માટે દરરોજ બદામ ખાઓ.બદામ સૌથી લોકપ્રિય ડ્રાયફ્રુટ છે. બદામ એન્ટીઑકિસડન્ટો, વિટામિન્સ અને હેલ્ધી ફેટનું પાવરહાઉસ છે. બદામમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ફ્રી રેડિકલ સામે લડે છે, જે વૃદ્ધત્વને વેગ આપે છે અને ક્રોનિક ડીસીઝમાં ફાળો આપે છે. ફ્રી રેડિકલ ઓક્સિડેટીવ સ્ટ્રેસનું કારણ બને છે, જે કરચલીઓ અને ફાઇન લાઇન્સ તરફ દોરી જાય છે. બદામમાં રહેલું વિટામિન E પણ એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે તમારી ત્વચાને હાનિકારક યુવી કિરણોથી થતા નુકસાનથી રક્ષણ આપે છે.
કાજુ ત્વચામાં બુસ્ટ થશે કોલેજનકાજુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે, પણ તેમાં એવા પોષક તત્વો પણ હોય છે જે કોલેજનનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. કોલેજન ત્વચાને યુવાન અને મજબૂત રાખવામાં મદદ કરે છે. કાજુમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ નુકસાન સામે રક્ષણ આપે છે. કાજુમાં રહેલા હેલ્ધી ફેટ ત્વચાને હાઇડ્રેટ કરે છે.
કિસમિસ ખાઓ અને સુંદર ત્વચા મેળવો
કિસમિસમાં ફિનોલ્સ અને રેસવેરાટ્રોલ જેવા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો ભરપૂર માત્રામાં હોય છે. આ સંયોજનો ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે અને કરચલીઓ અને ડાઘ જેવા વૃદ્ધત્વના ચિહ્નો વહેલા દેખાવાથી અટકાવે છે. કિસમિસમાં વિટામિન સી જેવા એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ત્વચાને ફ્રી રેડિકલ નુકસાનથી રક્ષણ આપે છે અને અકાળ વૃદ્ધત્વના સંકેતોને અટકાવે છે.