logo-img
Do You Still Have The Old Number Plate On Your Vehicle Then Change It Now

તમારા વાહનમાં હજુ પણ જૂની નંબર પ્લેટ છે? : હાઈ સિક્યોરિટી પ્લેટ લગાવવી ફરજિયાત, તાત્કાલિક બદલો નહીંતર જોખમો ઘણા!

તમારા વાહનમાં હજુ પણ જૂની નંબર પ્લેટ છે?
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 07:11 AM IST

નવા ટ્રાફિક નિયમો અનુસાર, હવે બધા વાહનો પર હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટો લગાવવી ફરજિયાત બની ગઈ છે. જો તમારા વાહનમાં હજુ પણ જૂની નંબર હોય તો તમારે સાવચેત રહેવાની જરુર છે. તમે નવી પ્લેટો નહીં લગાવો તો, તમને દંડ થઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં, વાહન જપ્ત પણ થઈ શકે છે. અને તમે અચાનક મુશ્કેલીમાં મૂકાઈ શકો છો, આનાથી બચવાનો એક જ રસ્તો છ કે વહેલી તકે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ ઓર્ડર કરો.

હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટની સુવિધાઓ

હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ એ એલ્યુમિનિયમથી બનેલી એક ખાસ નંબર પ્લેટ છે. તેમાં એક અનોખો સીરીયલ નંબર, હોલોગ્રામ અને લેસર કોડ હોય છે. આ સાથે, તેના પર એક રંગીન કોડેડ સ્ટીકર પણ લગાવવામાં આવે છે. તેમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ઇંધણનો પ્રકાર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી હોય છે, જે ચોરાયેલા વાહનને ટ્રેક કરવાનું સરળ બનાવે છે. હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટનો નિયમ તમામ પ્રકારના ટુ, થ્રી અને ફોર વ્હીલર વાહનો પર લાગુ પડે છે. ખાસ કરીને જે વાહનો 1 એપ્રિલ 2019 પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યા છે તેમના માટે હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવી જરૂરી છે. નવા વાહનોમાં પહેલાથી જ હાઇ સિક્યોરિટી નંબર પ્લેટો આવે છે.

ગુજરાત વાહન વ્યવહાર વિભાગનો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી ભરી શકાશે વાહન  વેરો | Gujarat Ports and Transport Department Motor vehicle tax filing  deadlines June 30

વેબસાઇટ પર નંબર પ્લેટ ઓર્ડર

હવે તમારે હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમે તેને ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ માટે, તમારે સત્તાવાર વેબસાઇટ bookmyhsrp.com ની મુલાકાત લેવી પડશે. વેબસાઇટ પર નંબર પ્લેટ ઓર્ડર કરવા માટે, પહેલા તમારે તમારા રાજ્ય અને વાહનનો પ્રકાર પસંદ કરવો પડશે. પછી તમારે તમારા વાહન નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબર જેવી વિગતો ભરવાની, પછી તમારે ફિટિંગ સ્થાન પસંદ કરવું પડશે. ઓનલાઈન પેમેન્ટ કરો, ટુ-વ્હીલર માટે લગભગ 300 થી 400 રૂપિયા અને ફોર-વ્હીલર માટે 500 થી 600 રૂપિયાનો ખર્ચ થાય છે. પેમેન્ટ કર્યા પછી, તમને બુકિંગ રસીદ મળશે. નંબર પ્લેટ લગાવતી વખતે તે બતાવવી જરૂરી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now