આપણા શરીરનો એક એક અંગ મહત્વપૂર્ણ છે. આંખોની સમસ્યાઓ તમારા જીવનની ગુણવત્તા ઘટાડે છે. તેથી તમારે તમારી આંખના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું જોઈએ અને ખરાબ ટેવોથી દૂર રહેવું જોઈએ જે તમારી આંખના સ્વાસ્થ્યને બગાડી શકે છે. અહીં અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવી રહ્યા છીએ જે તમારી આંખના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
ફોન, લેપટોપ જેવા સાધનોનો ઉપયોગ
ફોન, લેપટોપ અથવા ટીવી સામે ઘણી વાર સુધી જોવાથી આંખોમાં તાણ અને ઝાંખી દ્રષ્ટિ પણ થઈ શકે છે. અમુક સમયાંતરે આંખને આરામ આપવો જોઈએ.
સનગ્લાસ પહેરવા
સૂર્યના હાનિકારક યુવી કિરણો તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. પોતાનું રક્ષણ ન કરવાથી મોતિયા, મેક્યુલર ડિજનરેશન અને આંખોની આસપાસ કરચલીઓ થઈ શકે છે.
મેકઅપ લગાવીને ઉંઘવું
ઘણા લોકો રાત્રે ઉંઘતા પહેલા પણ મેકઅપ રાખતા હોય છે, પરંતુ આંખો પર મેકઅપ રાખવો ખતરો ઘણીવાર ખતરો સાબિત થઈ શકે છે. મેકઅપ ન કાઢવાથી ઓઇલ ગ્રંથીઓ બંધ થઈ જાય છે અને બળતરા થાય છે. જેનાથી તમને આંખોમાં ઇન્ફેક્શન થઈ શકે છે.
આંખો માટે જરૂરી પોષક તત્વોનો અભાવ
આંખોને વિટામિન A, ઓમેગા 3 ફેટી એસિડ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વોની જરૂર હોય છે. પ્રોસેસ્ડ ફૂડ આંખોને કોઈ પોષણ આપતું નથી. તેથી લીલા શાકભાજી, ફળો, રંગીન શાકભાજી, બદામ જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.