આજકાલ ઘણા લોકો દૂધ સાથે ઘણી વસ્તુઓનું સેવન કરે છે જેમ કે ડ્રાયફ્રૂટ્સ, ફળો અને પ્રોટીન પાવડર. કેટલાક લોકો એવા પણ છે જેમને સાદું દૂધ પીવાનું પસંદ નથી. પરંતુ શું તમે જાણો છો કે દૂધ સાથે ક્યારેય કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ?
દૂધનું અન્ય વસ્તુઓ સાથે સેવન
ઘણા લોકોને સાદું દૂધ પીવું પસંદ નથી હોતું તેથી તેઓ અવનવા પદાર્થો સાથે તેનું સેવન કરે છે. કેટલાક પ્રોટીન પાવડર અને કેટલીક અન્ય વસ્તુઓ ઉમેરે છે. પરંતુ આચાર્ય મનીષના મતે, જો તમે દૂધ સાથે ફળોનું સેવન કરો છો જેમ લોકો હંમેશા કરતા આવ્યા છે, તો શેક, લીચી શેક, મેંગો શેક વગેરેનું સેવન બંધ કરો કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે.
દૂધ સાથે ફળ ખાવાથી ઝેર ઉત્તપન્ન થશે
આચાર્ય મનીષ કહે છે કે દૂધ અને ફળો એકબીજાના સ્વભાવ સાથે મેળ ખાતા નથી. દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો હળવા ગરમ હોય છે. જ્યારે આ બંનેનું એકસાથે સેવન કરવામાં આવે છે, ત્યારે તે શરીરમાં 'અમા' (પચ્યા વગરના ઝેર) ઉત્પન્ન કરી શકે છે, જે એસિડિટી, અપચો અને ત્વચાના રોગો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. ખાસ કરીને કેળા, નારંગી, સ્ટ્રોબેરી અને કીવી જેવા ફળો દૂધમાં ભેળવીને ખાવાથી પાચન પ્રક્રિયા વધુ ખરાબ થઈ શકે છે.
Disclaimer : આ માહિતી ફક્ત એક જાણકારી હેતું છે, કોઈ પણ નુસ્કો અપનવતા પહેલા યોગ્ય નિષ્ણાંત અથવા ડૉક્ટરની સલાહ લો. આ માહિતી સંપૂર્ણ સત્ય હોવાનું offbeat stories પુષ્ટી કરતું નથી