દેશમાં નવા GST સ્લેબ લાગુ થયા બાદ કારના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. નાના સેગમેન્ટની કારોમાં આ બદલાવનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. નવી કિંમતો મુજબ હવે મારુતિ S-Presso ભારતમાં સૌથી સસ્તી કાર બની ગઈ છે, જ્યારે મારુતિ Alto K10 બીજા સ્થાને ખસી ગઈ છે.
ચાલો જાણીએ દેશની ટોચની 5 સસ્તી કારો અને તેમની નવી કિંમતો
1. મારુતિ S-Presso
નવી કિંમત: ₹3.49 લાખ (પહેલાં ₹4.26 લાખ)
ભાવમાં ઘટાડો: ₹76,600 સુધી
ફાયદો: આશરે 18% ભાવ ઘટાડો
GST બાદ મારુતિ S-Presso હવે દેશની સૌથી સસ્તી કાર બની છે. તેની કોમ્પેક્ટ ડિઝાઇન, માઈલેજ અને નવી ઓછી કિંમતને કારણે તે બજેટ સેગમેન્ટમાં ગ્રાહકોની પ્રથમ પસંદગી બની ગઈ છે.
2. મારુતિ Alto K10
નવી કિંમત: ₹3.69 લાખ (પહેલાં ₹4.23 લાખ)
ભાવમાં ઘટાડો: ₹53,100
પહેલાં ભારતની સૌથી સસ્તી કાર ગણાતી Alto K10 હવે બીજા સ્થાને પહોંચી છે. તેની વિશ્વસનીયતા, ઓછું મેઇન્ટેનન્સ અને માઈલેજને કારણે તે હજુ પણ ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય છે.
3. Renault Kwid
નવી કિંમત: ₹4.29 લાખ (પહેલાં ₹4.69 લાખ)
ભાવમાં ઘટાડો: ₹40,000
Renault Kwid તેની SUV જેવી સ્ટાઇલ અને બજેટ ફ્રેન્ડલી કિંમતો માટે જાણીતી છે. 1.0 RXE વેરિઅન્ટ હવે વધુ કિફાયતી બની ગયો છે, જે નવા કાર ખરીદનારાઓ માટે ઉત્તમ વિકલ્પ છે.
4. Tata Tiago
નવી કિંમત: ₹4.57 લાખ (પહેલાં ₹4.99 લાખ)
ભાવમાં ઘટાડો: ₹42,500
ટાટા ટિયાગો મજબૂત બિલ્ડ ક્વોલિટી અને સ્ટાઇલિશ ડિઝાઇન માટે જાણીતી છે. હવે GST બાદ તેની કિંમત પણ ઘટી છે, જેને કારણે તે સસ્તા અને સુરક્ષિત વિકલ્પોમાં સામેલ થઈ છે.
5. મારુતિ સેલેરિયો
નવી કિંમત: ₹4.69 લાખ (પહેલાં ₹5.64 લાખ)
ભાવમાં ઘટાડો: ₹94,100
સેલેરિયો હવે 17% સુધી સસ્તી થઈ ગઈ છે. આ ઘટાડો મારુતિના ગ્રાહકો માટે મોટી રાહત લાવતો સાબિત થયો છે. તેના સ્મૂથ એન્જિન અને ફ્યુઅલ ઈફિશિયન્સી તેને ફેમિલી કાર તરીકે લોકપ્રિય બનાવે છે.




















