GSTમાં ઘટાડા બાદ ભારતીય ઓટો ઉદ્યોગમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી વધુ સરળ બની ગઈ છે. નાની અને સસ્તી કારની માગમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર 2025ના વેચાણ અહેવાલમાં ગ્રાહકોની પસંદગી અને બજારની સ્થિતિ સ્પષ્ટપણે સામે આવી છે.
Maruti Suzuki ફરી નંબર વન
દેશની સૌથી મોટી કાર નિર્માતા Maruti Suzukiએ સપ્ટેમ્બર 2025માં 1,89,665 યુનિટનું વેચાણ કર્યું, જે ગયા વર્ષે સપ્ટેમ્બર 2024માં 1,84,727 યુનિટ હતું. આ 2.67% નો વધારો દર્શાવે છે. આથી સ્પષ્ટ થાય છે કે Maruti Suzuki હજુ પણ ભારતીય ગ્રાહકોની પ્રથમ પસંદગી છે.
Tata Motorsનો 45%નો જબરદસ્ત વધારો
Tata Motorsએ સપ્ટેમ્બર 2025માં 59,667 યુનિટ વેચ્યા, જ્યારે ગયા વર્ષે આ આંકડો 41,063 યુનિટ હતો. એટલે કે વાર્ષિક ધોરણે 45.31% નો વધારો નોંધાયો છે. આ વૃદ્ધિ Tata Motors માટે એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવે છે.
Mahindra & Mahindra SUVsનો દબદબો યથાવત
SUV સેગમેન્ટમાં Mahindra & Mahindraનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. સપ્ટેમ્બર 2025માં કંપનીએ 56,233 યુનિટ વેચ્યા, જે સપ્ટેમ્બર 2024ના 51,062 યુનિટ કરતાં 10% વધુ છે. Thar, Scorpio અને XUV700 જેવી લોકપ્રિય મોડલ્સે કંપનીના વેચાણને મજબૂત આધાર આપ્યો છે.
Hyundai Motor Indiaએ ચોથું સ્થાન જાળવી રાખ્યું
Hyundai Motor Indiaએ સપ્ટેમ્બર 2025માં 51,547 યુનિટનું વેચાણ કર્યું, જે ગયા વર્ષે 51,101 યુનિટ હતું. વધારો ફક્ત 0.87%નો હતો, છતાં કંપનીએ ટોચના ચાર ઉત્પાદકોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
Toyota Kirloskar Motorની સ્થિર વૃદ્ધિ
Toyota Kirloskar Motorએ સપ્ટેમ્બર 2025માં 27,089 યુનિટ વેચ્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 13.82% નો વધારો દર્શાવે છે. Innova Hycross અને Fortuner જેવી કારોએ કંપનીની બજારમાં હાજરી મજબૂત કરી છે.