logo-img
Big Increase In Prize Money For Womens Odi World Cup

Women's ODI World Cup ની ઇનામી રકમમાં મોટો વધારો! : જાણો વિજેતા ટીમ અને અન્ય ટીમોને કેટલી રકમ મળશે?

Women's ODI World Cup ની ઇનામી રકમમાં મોટો વધારો!
Published by: Offbeat Team
| Last Updated: Sep 01, 2025, 09:10 AM IST

Women's ODI World Cup 2025: ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 શરૂ થવામાં એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની ફાઇનલ મેચ 2 નવેમ્બરે રમાશે. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્લ્ડ કપ માટે ઇનામી રકમમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

Women's ODI World Cup ઇનામી રકમ

આ વખતે મહિલા વર્લ્ડ કપમાં, ICC 13.88 મિલિયન ડોલર (લગભગ 122 કરોડ રૂપિયા) ની ઇનામી રકમનું વિતરણ કરશે. 2022 માં ન્યુઝીલેન્ડમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ઇનામી રકમ માત્ર 3.5 મિલિયન ડોલર હતી. એટલે કે, આ વખતે 297 ટકાનો વધારો થયો છે. આ ઇનામી રકમ 2023 માં ભારતમાં યોજાયેલા ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની કુલ ઇનામી રકમ (10 મિલિયન ડોલર) કરતાં વધુ છે.

વિજેતા અને રનર-અપ ટીમને કેટલી રકમ મળશે?

મહિલા વર્લ્ડ કપ 2025 ની વિજેતા ટીમને $4.48 મિલિયન (લગભગ રૂ. 39.55 કરોડ) મળશે. 2022 માં જીતેલી ઓસ્ટ્રેલિયન ટીમને ફક્ત $1.32 મિલિયન મળ્યા. એટલે કે, વિજેતા ટીમની ઇનામી રકમમાં 239 ટકાનો વધારો થયો છે. રનર-અપ ટીમને $2.24 મિલિયન (રૂ. 19.77 કરોડ) મળશે.

પાછળ રહેનારી ટીમને કેટલી રકમ મળશે?

2022 માં રનર-અપ રહેલી ઇંગ્લેન્ડની ટીમને 600,000 ડોલર મળ્યા. એટલે કે રનર-અપ ટીમને મળેલી રકમમાં 273 ટકાનો વધારો થયો છે. સેમિફાઇનલમાં હારી ગયેલી બંને ટીમોને 1.12 મિલિયન ડોલર (લગભગ 9.88 કરોડ રૂપિયા) મળશે. 2022 માં તે 300,000 ડોલર હતું. પોઈન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેનારી ટીમોને 700,000 ડોલર (લગભગ 6.17 કરોડ રૂપિયા) મળશે. 7મા અને 8મા ક્રમે રહેનાર ટીમોને $280000 (આશરે રૂ. 2.47 કરોડ) ની સમાન રકમ આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ દરેક ટીમને $250000 (આશરે રૂ. 2.20 કરોડ) ની રકમ મળશે. ઉપરાંત, ગ્રુપ સ્ટેજમાં દરેક મેચ જીતવા બદલ ટીમોને $34,314 મળશે.

ICC ના ચેરમેન જય શાહે શું કહ્યું?

ICC ના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે, 'મહિલા ક્રિકેટની સફરમાં આ એક ઐતિહાસિક વળાંક છે. ઈનામની રકમમાં ચાર ગણો વધારો દર્શાવે છે કે, અમે મહિલા ક્રિકેટના લાંબા ગાળાના વિકાસ માટે કેટલા પ્રતિબદ્ધ છીએ. અમારો સ્પષ્ટ સંદેશ એ છે કે, જો મહિલા ખેલાડીઓ ક્રિકેટને વ્યાવસાયિક કારકિર્દી તરીકે પસંદ કરશે તો તેમની સાથે પુરુષોની સમકક્ષ વર્તન કરવામાં આવશે. અમે તમામ હિસ્સેદારો, ચાહકો, મીડિયા, ભાગીદારો અને સભ્ય બોર્ડને મહિલા ક્રિકેટને તેનું યોગ્ય સન્માન અને માન્યતા આપવામાં અમારી સાથે જોડાવા વિનંતી કરીએ છીએ.'

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now