આવતી 15 નવેમ્બર, શનિવારના રોજ ભારતીય ઓટો બજારમાં અનેક મહત્વપૂર્ણ કાર્સ લોન્ચ થવાની છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, ફોક્સવેગન અને BMW જેવી પ્રખ્યાત કાર કંપનીઓ પોતાના નવા મોડેલ્સ અને અપડેટેડ વર્ઝન્સ રજૂ કરવા જઈ રહી છે.
ટાટા હેરિયર
ટાટા મોટર્સ તેની લોકપ્રિય SUV હેરિયરના નવા વેરિયન્ટ્સ લોન્ચ કરવાની તૈયારીમાં છે. 5 સીટર આ SUVને ગ્લોબલ NCAP દ્વારા 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત થયું છે. નવી હેરિયરની કિંમતનો અંદાજ ₹14 લાખથી ₹25.25 લાખ વચ્ચેનો છે. ડિઝાઇન અને ઈન્ટિરિયરમાં કેટલીક નવી સુવિધાઓ ઉમેરાય તેવી શક્યતા છે.
ટાટા સફારી
હેરિયરની સાથે જ ટાટા સફારીનું અપડેટેડ વર્ઝન પણ લોન્ચ થવાની ધારણા છે. 6 અને 7 સીટર વિકલ્પો સાથે ઉપલબ્ધ આ SUVને પણ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તે 16.3 કિમી પ્રતિ લિટર માઈલેજ આપે છે. નવી સફારીની કિંમત ₹14.66 લાખથી ₹25.96 લાખ વચ્ચે રહેવાની શક્યતા છે.
મારુતિ બ્રેઝા 2025
મારુતિ સુઝુકીની લોકપ્રિય SUV બ્રેઝાનું ફેસલિફ્ટ વર્ઝન પણ 15 નવેમ્બરે લૉન્ચ થવાની શક્યતા છે. નવી બ્રેઝા વધુ આધુનિક ઈન્ટિરિયર અને ટેકનોલોજી અપડેટ્સ સાથે આવશે એવી અપેક્ષા છે. તેની કિંમતનો અંદાજ ₹8.50 લાખની આસપાસ રાખવામાં આવ્યો છે.
મારુતિ ગ્રાન્ડ વિટારા (3-રો વેરિયન્ટ)
મારુતિ પોતાની ગ્રાન્ડ વિટારાને હવે 3-રો સીટિંગ વિકલ્પ સાથે લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ કારમાં 1490cc 4-સિલિન્ડર એન્જિન આપવામાં આવશે અને તે પેટ્રોલ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવશે. નવી ગ્રાન્ડ વિટારાની સંભાવિત કિંમત ₹14 લાખની આસપાસ હશે.
ફોક્સવેગન ટેરોન
જર્મન ઓટોમોબાઇલ બ્રાન્ડ ફોક્સવેગન પણ 15 નવેમ્બરે ટેરોન નામની SUV લોન્ચ કરવાની ધારણા છે. આ કારમાં 1984cc પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ રહેશે. તેની સંભાવિત કિંમત ₹50 લાખની આસપાસ રહેશે.




















