Mitchell Starc Retirement from T20I: ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે T20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ લીધી છે. ડાબા હાથના આ ફાસ્ટ બોલરે ઓસ્ટ્રેલિયા માટે 65 T20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા બાદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. મિશેલ સ્ટાર્કે 2012 માં T20 ઇન્ટરનેશનલ પિચ પર ડેબ્યૂ કર્યું હતું. તેનું T20 ઇન્ટરનેશનલ કરિયર 13 વર્ષ ચાલી રહ્યું હતું. તેને જૂન 2024 માં ભારત સામે છેલ્લી T20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી.
મિશેલ સ્ટાર્ક T20I માંથી નિવૃત્તિ લીધી
મિશેલ સ્ટાર્કના T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિના સમાચાર તે જ સમયે આવ્યા જ્યારે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ તેના સોશિયલ મીડિયા પર સ્ટાર્કના નિવૃત્તિની માહિતી આપી હતી.
શું આ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનું કારણ છે?
હવે પ્રશ્ન એ છે કે મિશેલ સ્ટાર્કે અચાનક T20 ઇન્ટરનેશનલ કરિયરને અલવિદા કહેવાનું કેમ નક્કી કર્યું? તેના નિર્ણય પાછળનું કારણ શું હતું? તો જવાબ ક્રિકેટના બે લાંબા ફોર્મેટ સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે સ્ટાર્ક હવે ટેસ્ટ અને ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો, તેથી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 35 વર્ષીય સ્ટાર્ક 2027 માં યોજાનાર ODI વર્લ્ડ કપ પર પણ નજર રાખી રહ્યો છે.
પાકિસ્તાનથી શરૂઆત, ભારત સાથે અંત... સ્ટાર્કની T20 ઇન્ટરનેશનલ કરિયર
સ્ટાર્કના T20 ઇન્ટરનેશનલ કરિયરની વાત કરીએ તો, તે 2012 માં પાકિસ્તાન સામેના તેના ડેબ્યૂથી શરૂ થાય છે અને જૂન 2024 માં ભારત સામેની તેની છેલ્લી મેચ સાથે સમાપ્ત થાય છે. આ દરમિયાન, તેને 65 મેચ રમી જેમાં તેને 79 વિકેટ લીધી.
T20I માં ઓસ્ટ્રેલિયાનો બીજો સૌથી સફળ બોલર
મિશેલ સ્ટાર્ક T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલરોમાં બીજા ક્રમે છે. આ ડાબા હાથના ફાસ્ટ બોલર કરતાં ઓસ્ટ્રેલિયા માટે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફક્ત સ્પિનર એડમ ઝામ્પાએ જ વધુ વિકેટ લીધી છે. ઝામ્પાએ અત્યાર સુધીમાં 130 વિકેટ લીધી છે. સ્ટાર્કના T20 ઇન્ટરનેશનલ કરિયરની સૌથી મોટી સિદ્ધિ 2021 T20 વર્લ્ડ કપ જીતવી હતી, જે આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો પહેલો મોટો ખિતાબ હતો.