logo-img
Amazing Health Benefits Of Eating Guava Know When Is The Best Time To Eat It

જામફળ ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભ! : છુપાયેલો છે પોષક તત્વોનો ભંડાર! જાણો ક્યારે ખાવું શ્રેષ્ઠ?

જામફળ ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 04, 2025, 07:54 AM IST

જામફળને આરોગ્યનું પાવરહાઉસ માનવામાં આવે છે, કારણ કે તે સફરજન કરતાં પણ વધુ પૌષ્ટિક છે. શિયાળાની આ મોસમી મજા માત્ર સ્વાદિષ્ટ નથી, પરંતુ રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને વજન ઘટાડવા સુધીના અનેક ફાયદા આપે છે. દરરોજ 1-2 જામફળ ખાવાથી શરીરને જરૂરી મોસમી મળે છે. ચાલો, જાણીએ તેમાં રહેલા વિટામિન અને શ્રેષ્ઠ સેવન સમય વિશે.

એન્ટીઓક્સિડન્ટથી સભર છે જામફળ | સ્વાસ્થ્ય

જામફળમાં મળતા મુખ્ય વિટામિન અને પોષક તત્વો

જામફળ એક સુપરફૂડ છે, જેમાં વિટામિન અને મિનરલ્સનો ભરપૂર ભંડાર છે.

વિટામિન C: રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને ચેપ સામે લડે છે.

વિટામિન B6: ઊર્જા ઉત્પાદન અને મગજના કાર્યમાં મદદ કરે છે.

વિટામિન A: આંખો અને ત્વચા માટે ફાયદાકારક.

અન્ય પોષક તત્વો: મેગ્નેશિયમ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને ડાયેટરી ફાઇબરથી ભરપૂર.

આ તત્વો શરીરને ખતરનાક રોગોથી બચાવે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે.

જામફળ ખાવાનો શ્રેષ્ઠ સમય: ક્યારે મળશે મહત્તમ ફાયદો?

શ્રેષ્ઠ સમય: નાસ્તા પછી અને બપોરના ભોજન પહેલાં. આ સમયે તે પાચનમાં મદદ કરે છે અને ઊર્જા આપે છે.

સવારે થોડી માત્રામાં: જો તમે વિવિધ ફળો ખાઓ છો, તો થોડું જામફળ સામેલ કરી શકો છો, પરંતુ ખાલી પેટે ટાળો.

ટાળવાનો સમય

ખાલી પેટે: બીજ પચવામાં મુશ્કેલી પડે છે, જેનાથી પેટદુખાવો થઈ શકે છે.

શરદી-ખાંસીમાં: સવારે ખાલી પેટે ટાળો, કારણ કે તે ઠંડક આપનારું ફળ છે અને લક્ષણો વધારી શકે છે.

રાત્રે: ઠંડા ફળ તરીકે શરદી અને ફ્લૂ વધારી શકે છે.

જામફળના પાનને ઉકાળીને પીવાથી થશે અનેક ફાયદા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ સહિતની  આ બીમારીઓમાંથી રાહત મળશે - Boiling and drinking guava leaves will bring  many benefits

જામફળ ખાવાના અદ્ભુત સ્વાસ્થ્ય લાભ

જામફળને આહારમાં સામેલ કરવાથી આ ફાયદા મળે છે.

વજન ઘટાડવામાં મદદ: ફાઇબરથી ભરપૂર હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, ભૂખ ઓછી લાગે છે અને જંક ફૂડથી દૂર રહેવાય છે.

કબજિયાતમાં રાહત: ફાઇબર પેટ સાફ રાખે છે અને પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે.

પાચનક્રિયા મજબૂત: ખરાબ આહારની અસર ઘટાડે છે અને પેટની સમસ્યાઓ દૂર કરે છે.

પેટની બળતરા અને પિત્તમાં ફાયદો: ઠંડક આપે છે, ગરમી ઓછી કરે છે અને બળતરા શાંત કરે છે.

શિયાળામાં જામફળનો આનંદ માણો, પરંતુ યોગ્ય સમયે અને મર્યાદામાં! તમારા આહારમાં સામેલ કરીને સ્વસ્થ અને એનર્જેટિક રહો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now