Afghanistan vs UAE: અફઘાનિસ્તાનના સ્ટાર લેગ-સ્પિનર રાશિદ ખાને ફરી એકવાર સાબિત કર્યું છે કે, તેને વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંથી એક કેમ ગણવામાં આવે છે. શારજાહમાં રમાયેલી T20 ટ્રાઇ સીરિઝની મેચમાં, તેણે UAE સામે તેની ટીમને 38 રનથી વિજય અપાવ્યો, અને એક એવો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો. આ રેકોર્ડને તોડવા માટે બીજા ક્રિકેટરોને વર્ષો લાગી શકે છે.
રાશિદ ખાનનો વિશ્વ રેકોર્ડઅત્યાર સુધી આ રેકોર્ડ ન્યુઝીલેન્ડના ટિમ સાઉથીના નામે હતો, ટિમ સાઉથીએ 164 વિકેટ લીધી હતી, પરંતુ સાઉથીએ આ સીમાચિહ્ન સુધી પહોંચવા માટે 126 મેચ અને 2753 બોલ લીધા હતા. બીજી તરફ, રાશિદ ખાને આ રેકોર્ડ તોડવામાં અદ્ભુત ગતિ બતાવી. તેણે માત્ર 98 મેચ અને 2240 બોલમાં 165 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. આટલી નાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરવી એ દર્શાવે છે કે તેની કારકિર્દી વધુ ઊંચાઈઓને સ્પર્શશે.
મેચની સ્થિતિ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 188 રન બનાવ્યા. અફઘાનિસ્તાનના બેટ્સમેન Ibrahim Zadran એ 40 બોલમાં 63 રન ફટકાર્યા. Sediqullah Atal એ પણ 40 બોલમાં 54 રન ફટકારીને પોતાના કેરિયરની પ્રથમ અર્ધ શતક ફટકાર્યું. બંને ખેલાડીઓએ મળીને બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી. જવાબમાં, UAE ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 150 રન જ બનાવ્યા. કેપ્ટન Muhammad Waseem એ શરૂઆતમાં 37 બોલમાં 67 રન (6 છગ્ગા અને 4 ચોગ્ગા) ફટકારીને મેચને ચોક્કસપણે રોમાંચક બનાવી દીધી, પરંતુ તેના આઉટ થયા પછી ટીમ સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ.
રાશિદ ખાનનો ચમત્કાર
આ મેચ પહેલા રાશિદ ખાનને રેકોર્ડ તોડવા માટે ફક્ત 3 વિકેટની જરૂર હતી. તેણે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી અને ઇતિહાસ રચ્યો. તેના શિકાર હતા,
Ethan Carl D'Souza (12 રન)
Asif Khan (1 રન)
Dhruv Parashar (1 રન)
આ ઉપરાંત, Sharafuddin Ashraf એ પણ અફઘાનિસ્તાનની જીતમાં શાનદાર બોલિંગ કરી અને UAE ના બેટ્સમેનોને દબાણમાં રાખ્યા હતા.