logo-img
Dream11 Early Exit Ahead Of Asia Cup Bcci Sets Sight On Rs 450 Crore Sponsorship

BCCI ની Dream11 કરતાં મોટી ડીલ? : BCCI ને 450 કરોડની સ્પોન્સરશીપ મળવાની અપેક્ષા

BCCI ની Dream11 કરતાં મોટી ડીલ?
Published by: Offbeat Team
| Last Updated: Aug 31, 2025, 05:47 AM IST

Dream11 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશીપમાંથી ગયા બાદ ટીમ સાથે જોડવાનાર ઉમેદવારો માટે નીતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે. Dream11 ને સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પાસ થયા બાદ પોતાનો કરાર સમય પહેલા જ પૂરો કરવો પડ્યો. આ પરિસ્થિતિએ BCCI ને મુશ્કેલીમાં નાખી દીધું છે, કારણ કે એશિયા કપ 2025 ની શરૂઆત પહેલા એક સ્પોન્સર શોધવો અને પુરુષ ટીમની જર્સી છપાવવી મુશ્કેલ બની શકે છે. જોકે સૂત્રોએ પુષ્ટિ કરી છે કે બોડ 2025-28 ના સમયમાં એક નવો સ્પોન્સર શોધવાની તૈયારી કરી રહ્યું છે, જેની રકમ લગભગ 450 કરોડ રૂપીયા હશે.

Dream11 એ BCCI સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો જેમાં બ્રાન્ડે કરાર દરમિયાન ભારતીય બોર્ડને 358 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. કરાર પર હસ્તાક્ષર કર્યાની તારીખથી લગભગ બે વર્ષ પછી આ કરાર રદ કરવો પડ્યો હતો. સૂત્રોએ પુષ્ટિ આપી છે કે BCCI હવે 2025 થી 2028 સુધી 140 મેચો માટે સ્પોન્સર શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સોદો Dream11 દ્વારા બોર્ડને ચૂકવવામાં આવેલી રકમ કરતાં વધુ સારો હશે. આ સ્પોન્સરશિપ સ્થાનિક અને વિદેશી દ્વિપક્ષીય મેચો તેમજ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત મલ્ટી-ટીમ ટુર્નામેન્ટ માટે હશે.|

BCCI એ દ્વિપક્ષીય મેચો માટે રૂ. 3.5 કરોડ અને ICC અને ACC મેચો માટે રૂ. 1.5 કરોડનું લક્ષ્ય રાખ્યું છે - જે Dream11 કરતા વધુ છે પણ Byju’s કરતા ઓછું છે. જ્યાં સુધી એશિયા કપનો સવાલ છે, BCCI ખંડીય ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં શર્ટ સ્પોન્સર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સમયની મર્યાદાને કારણે થોડું મોડું થઈ શકે છે. બોર્ડને વિશ્વાસ છે કે તે 30 સપ્ટેમ્બરથી શરૂ થતા મહિલા વર્લ્ડ કપ પહેલાં એક નવી એન્ટિટીને સીલ કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now