IND vs AUS First ODI In Perth: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 19 ઓક્ટોબરથી શરૂ થશે. બંને ટીમો વચ્ચેની પહેલી ODI આ દિવસે પર્થમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI માં વરસાદ મેચની મજા બગાડી શકે છે. આજે, 18 ઓક્ટોબરે પર્થમાં ઘણું સારું વાતાવરણ છે, આકાશમાં વાદળ છવાયેલા છે. જોકે, 19 ઓક્ટોબરે વરસાદની શક્યતા છે.
પહેલી વનડે માટે પર્થમાં હવામાન કેવું રહેશે?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક વહેલો 8:30 વાગ્યે યોજાશે. જોકે, 19 ઓક્ટોબરની સવારે પર્થમાં વરસાદ પડી શકે છે. પહેલી વનડેમાં લગભગ બે કલાક વરસાદ પડે તેવું અનુમાન છે. વરસાદ પછી, થોડો તડકો હોઈ શકે છે, પરંતુ આકાશ આખો દિવસ વાદળછાયું રહેશે. તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.
શું IND vs AUS પ્રથમ ODI રદ થશે?
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન ફક્ત બે કલાક માટે વરસાદ પડવાની અપેક્ષા છે. આવી સ્થિતિમાં, આ 50 ઓવરની મેચ સરળતાથી રમી શકાય છે. જોકે, જો વરસાદને કારણે મેચ રમી શકાતી નથી, તો તે રદ કરવામાં આવશે. આ મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.
ભારત સામે ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ:
મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક.
માત્ર મેચ 2 અને 3 મેચ માટે:
એડમ ઝામ્પા, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ
ઓસ્ટ્રેલિયા માટે ભારતની 15 સભ્યોની વનડે ટીમઃ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર) અને યશસ્વી જયસ્વાલ.
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ
ભારત આ પ્રવાસમાં 3 વનડે અને 5 T20I મેચ રમશે. શુભમન ગિલને ભારતની વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સાત મહિનામાં પહેલીવાર ભારતીય ટીમ માટે રમશે. વનડે સીરિઝની બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં અને ત્રીજી મેચ 25 ઓક્ટોબરે સિડનીમાં રમાશે.





















