logo-img
Why Passengers Step Out During Cng Refueling

CNG ભરતી વખતે મુસાફરોને કેમ ઉતારવામાં આવે છે? : જાણો ખુબ મહત્વના કારણો

CNG ભરતી વખતે મુસાફરોને કેમ ઉતારવામાં આવે છે?
Published by: Offbeat Team
| Last Updated: Nov 06, 2025, 06:32 PM IST

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં CNG કારોની માગ ઝડપથી વધી રહી છે. લોકો વધુ માઇલેજ અને ઓછી કિંમતને કારણે પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ CNG વાહનો પસંદ કરી રહ્યા છે. પરંતુ એક નિયમ દરેક સીએનજી કાર ચાલકને અનુસરવો ફરજિયાત હોય છે. ગેસ ભરતી વખતે કારમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવા પડે છે. આ નિયમ માત્ર સલામતી માટે બનાવવામાં આવ્યો છે.

ચાલો સમજીએ કે આવું કરવાનું કારણ શું છે અને તેનો વૈજ્ઞાનિક આધાર શું છે.


1. હાઈ પ્રેશરથી ગેસ ભરાય છે

CNG ટાંકામાં ગેસ 200થી 250 PSI જેટલા પ્રેશરથી ભરવામાં આવે છે. આટલા પ્રેશરે ગેસ ભરાતાં, નાનું લીક પણ ગંભીર વિસ્ફોટનું કારણ બની શકે છે. તેથી રિફ્યુઅલિંગ દરમિયાન કોઈપણ વ્યક્તિ કારની અંદર રહેવી જોખમી ગણાય છે.


2. લીક થવાની સ્થિતિમાં જોખમ વધે છે

જો રિફ્યુઅલિંગ દરમિયાન ગેસ લીક થવા લાગે, તો કારની અંદર રહેલા લોકો માટે શ્વાસ રોકાવું અથવા આગ લાગવાની શક્યતા વધી જાય છે. બહાર રહેવાથી બચાવ માટે સમય મળે છે.


3. ઘર્ષણથી વીજ તણખા ઉત્પન્ન થાય છે

કારની અંદર કપડાં કે સીટ વચ્ચેનું સ્થિર ઘર્ષણ (Static Electricity) નાનો તણખો ઉત્પન્ન કરી શકે છે. ગેસ લીકની સ્થિતિમાં આ તણખો આગનું કારણ બની શકે છે.


4. ગેસની ગંધ આરોગ્યને અસર કરે છે

CNGની ગંધ કેટલાક લોકોમાં માથાનો દુખાવો, ઉલટી કે ચક્કર જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી બહાર રહેવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે.


5. ટાંકી ઓવરફિલ ન થાય તેની દેખરેખ

રિફ્યુઅલિંગ દરમિયાન જો ટાંકી વધુ ભરાઈ જાય તો અતિરિક્ત દબાણના કારણે વિસ્ફોટનો ખતરો રહે છે. બહાર રહેવાથી ડ્રાઇવર અથવા સ્ટાફ વધુ સારી રીતે પરિસ્થિતિ નિરીક્ષી શકે છે.


6. ફિટેડ કીટના જોખમ

બજારમાંથી ફિટ કરાવવામાં આવેલી CNG કીટ્સ હંમેશા સુરક્ષિત ન હોય. જો મિકેનિક યોગ્ય રીતે ઇન્સ્ટોલ ન કરે તો લીકેજ અથવા ફિટિંગની ખામી થઈ શકે છે. આ માટે રિફ્યુઅલિંગ સમયે વધારે સાવચેત રહેવું જરૂરી છે.


ભારતમાં CNG કારની શરૂઆત

ભારતમાં ફેક્ટરી-ફિટેડ CNG કારની શરૂઆત Maruti Suzuki દ્વારા કરવામાં આવી હતી. 2010માં કંપનીએ Alto, WagonR અને Eeco મોડેલોમાં સીએનજી કીટની ઓફર આપી. તે પહેલાં લોકો કાર ખરીદ્યા પછી માર્કેટમાં કીટ ફિટ કરાવતા હતા. હવે ટેકનોલોજી અદ્યતન બની ગઈ છે અને CNG સિસ્ટમ વધુ સુરક્ષિત બની છે.

સરકાર પણ પ્રદૂષણ ઘટાડવા અને તેલ પરની નિર્ભરતા ઓછું કરવા માટે CNG ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાના પ્રયાસો કરી રહી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now