logo-img
When Will The Jeep Compass Hybrid Be Launched In The Indian Market

ભારતીય બજારમાં ક્યારે લૉન્ચ થશે Jeep Compass Hybrid? : લૉન્ચ પહેલાં જાણો આ દમદાર SUVના ફીચર્સ

ભારતીય બજારમાં ક્યારે લૉન્ચ થશે Jeep Compass Hybrid?
Published by: Offbeat Team
| Last Updated: Aug 23, 2025, 08:16 AM IST

ભારતીય ગ્રાહકો હંમેશા પ્રીમિયમ SUV પ્રત્યે આકર્ષિત રહ્યા છે. Jeep Compassએ વર્ષોથી લોકોની પહેલી પસંદ રહેલી છે. અને હવે તેની નેક્સ્ટ જનરેશન 2026 Jeep Compass Hybrid ભારતમાં લોન્ચ થાય તેવી શક્યતા છે. હાઇબ્રિડ પાવરટ્રેન અને આધૂનિક સુવિધાઓ સાથે આ SUV મીડ સાઈઝના પ્રીમિયમ સેગમેન્ટમાં નવો ટ્રેન્ડ સેટ કરી શકે છે.

હાઇબ્રિડ પાવરટ્રેન

નવી Compass Hybrid માં 1.6-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે બે ઇલેક્ટ્રિક મોટર્સનું કોમ્બિનેશન છે, જે કુલ 177 bhp પાવર આપે છે. તેની સૌથી મોટી ખાસિયત 15.7 કિમી/લિટર માઇલેજ અને આશરે 800 કિમીની રેન્જ છે. SUV સ્ટાન્ડર્ડ હાઇબ્રિડ ટેક્નોલોજી પર આધારિત છે, એટલે કે આ પ્લગ-ઇન હાઇબ્રિડ નથી. સાથે જ તેમાં AWD સિસ્ટમ અને ચાર ડ્રાઇવ મોડ્સ આપવામાં આવ્યા છે.

ફીચર્સ અને ઇન્ટિરિયર

નવા મોડલની સાઈઝ મોટી છે, જેના કારણે કેબિન સ્પેસ વધુ છે. તેમાં 12.3-ઇંચનું ટચસ્ક્રીન અને 10.3-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે. SUVને વધુ પ્રીમિયમ બનાવવા માટે તેમાં:

  • 360-ડિગ્રી કેમેરા

  • પાવર્ડ ટેલગેટ

  • હીટેડ રિયર સીટ્સ

  • ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવી અદ્યતન સુવિધાઓ આપવામાં આવી છે.

ભારતમાં લોન્ચની શક્યતા

હાલમાં તેની ભારતમાં લોન્ચિંગ તારીખ સ્પષ્ટ નથી. સૌથી મોટો પડકાર તેની કિંમત અને નવું પ્લેટફોર્મ લાવવાનો ખર્ચ છે. જો કે ભારતીય ગ્રાહકો પ્રીમિયમ SUV માટે વધારાનો ખર્ચ કરવા તૈયાર છે, એટલે Jeep Compass Hybridને યોગ્ય પ્રાઇસિંગ સાથે લોન્ચ કરે તો તે ગેમ-ચેન્જર SUV સાબિત થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now