GST On Bikes: તહેવારોની મોસમ પહેલા સરકારે ટુ-વ્હીલર માર્કેટ માટે એક મોટી જાહેરાત કરી છે. નવા GST દર હેઠળ, 350cc સુધીની બાઇક પરનો ટેક્સ હવે ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે, સામાન્ય ગ્રાહકો માટે નાના અને મધ્યમ સેગમેન્ટની બાઇક સસ્તી થશે. અને 350cc થી વધુ એન્જિન પાવર ધરાવતી બાઇકોને લક્ઝરી કેટેગરીમાં મૂકવામાં આવી છે અને તેના પરનો ટેક્સ 40% કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એન્ટ્રી-લેવલ બાઇકનું વેચાણ વધી શકે છે, પરંતુ પ્રીમિયમ અને હાઇ-પર્ફોર્મન્સ બાઇકના પ્રેમીઓને વધુ પૈસા ખર્ચવા પડશે.
Royal Enfield ની નાની બાઇકો સસ્તી થશેઆ ફેરફારની Royal Enfield પર મિશ્ર અસર પડશે. કંપનીની લોકપ્રિય બાઇકો જેમ કે Hunter 350, Classic 350, Meteor 350 અને Bullet 350 હવે સસ્તી થશે કારણ કે, તેના પર ફક્ત 18% GST લાગશે, પરંતુ બીજી તરફ, Himalayan 450, Guerrilla 450, Scram 440 અને 650cc સીરિઝ (Interceptor, Continental GT, Super Meteor અને Shotgun) પર હવે 40% ટેક્સ લાગશે. આનાથી તેમની કિંમતો વધશે અને એડવેન્ચર-ટૂરર સેગમેન્ટની ડિમાન્ડમાં ઘટાડો જોવા મળી શકે છે.
Bajaj અને Triumph બાઇક પર અસરબજાજ ઓટોના Dominar 400 અને Pulsar NS400Z હવે 40% ટેક્સ સ્લેબમાં આવી ગયા છે. આ ઉપરાંત, Bajaj-Triumph ના ભાગીદારી મોડલ્સ જેમ કે Speed 400, Scrambler 400X અને Thruxton 400 પણ મોંઘા થશે. અત્યાર સુધી આને મિડ-કેપેસિટી સેગમેન્ટમાં પોસાય તેવા વિકલ્પો માનવામાં આવતા હતા, પરંતુ ટેક્સમાં વધારો તેમની વેલ્યુ-ફોર-મની છબીને અસર કરી શકે છે.
KTM ની આખી રેન્જ મોંઘી થશે?KTM ભારતમાં તેની સ્પોર્ટ્સ અને એડવેન્ચર બાઇક્સ માટે પ્રખ્યાત છે, પરંતુ નવા GST દર તેની આખી રેન્જને અસર કરશે. Duke સિરીઝ, RC સિરીઝ અને Adventure સિરીઝની મોટાભાગની બાઇક્સ 350cc થી વધુ છે, જેના પર હવે 40% ટેક્સ લાગશે. આનો અર્થ એ છે કે, તહેવારોની સિઝન દરમિયાન KTM બાઇક્સની કિંમતો વધશે અને તેમના વેચાણ પર દબાણ આવી શકે છે.
કેવા ગ્રાહકો માટે કેવી અસર થશે?
જો તમે 350cc કરતા ઓછા એન્જિનવાળી બાઇક ખરીદવા ઈચ્છો છો, તો જેમ કે Royal Enfield Hunter કે Classic, તો આ તમારા માટે એક સારી તક છે. કારણ કે હવે આ બાઇક પહેલા કરતા સસ્તી થશે, પરંતુ જો તમારું સપનું Himalayan 450, Bajaj Dominar 400 કે KTM Adventure જેવી મિડ અને હાઇ-રેન્જ બાઇક ખરીદવાનું છે, તો હવે તમારે વધુ બજેટ રાખવું પડશે. સરકારના આ નિર્ણયથી એક તરફ સામાન્ય ગ્રાહકોને ફાયદો થશે, તો બીજી તરફ પ્રીમિયમ બાઇક પસંદ કરનારાઓના ખિસ્સા પર ભારે પડશે.