logo-img
Utility News What Is Malnutrition Free Gujarat Campaign

સરકારનું કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન : જાણો કોને અને કેવી રીતે લાભ મળશે

સરકારનું કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન
Published by: Offbeat Team
| Last Updated: Sep 26, 2025, 07:43 AM IST

દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન. તો ચાલો આના વિશે જાણીએ...

કોને લાભ મળે

  • નવજાત શિશુથી લઇ 6 વર્ષના તમામ બાળકો.

  • તમામ અતિગંભીર કુપોષિત બાળકો (SAM)

શું લાભ મળે?

  • આ યોજના અંતર્ગત 6 વર્ષ સુધીના અતિગંભીર કુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે.

  • આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થાય છે.

બીમારી ન હોય તેવા અતિગંભીર કુપોષિત બાળકોની આંગણવાડી ખાતે સામુદાયિક સ્તરે સારવાર (CMAM) કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે તથા બીમાર અતિગંભીર કુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર (CMTC) અને બાલ સંજીવની કેન્દ્ર (NRC) ખાતે તબીબી સારવાર અને પોષણ પુર્વસન અર્થે મોકલવામાં આવે છે.

ક્યાં થી લાભ મળે?

આ યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર અને જીલ્લા કક્ષાએ જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલમાં મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ મળી શકશે.

લાભ મેળવવાની પદ્ધતિ

  • આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી કરી યાદી બનાવશે ત્યારબાદ સ્ત્રી આરોગ્ય કાર્યકર આ બાળકોનું સ્ક્રીનીંગ કરશે.

  • જેમાં તબીબી સારવાર જરૂરીયાત સિવાયના બાળકોને સામુદાયિક સ્તરે આંગણવાડી ખાતે થેરાપ્યુટીક કોમ્પ્લીમેન્ટ્રી ફૂડ મારફત સારવાર કરવામાં આવે છે.

  • જ્યારે સામાન્ય તથા સઘન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને ક્રમશઃ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત બાલ સેવા કેન્દ્ર (CMTC) પર અને જીલ્લા હોસ્પિટલ / મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ સંજીવની કેન્દ્ર (NRC) પર સારવાર અર્થે મોકલવામાં આવે છે.

  • ઉપરાંત, મમતા દિવસે અને હોસ્પીટલમાં ઓ.પી.ડી દરમ્યાન કુપોષિત બાળકોનું સ્ક્રીનીંગ કરી તેઓને બાળ સેવા કેન્દ્ર (CMTC)/ બાલ સંજીવની કેન્દ્ર (NRC) પર રીફર કરવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now