Rules Change: દર મહિને અનેક નાણાકીય નિયમોમાં ફેરફાર થાય છે, જેનો સીધો અસર સામાન્ય લોકોના ખિસ્સા અને જીવનશૈલી પર પડે છે. આવો જ એક મોટો બદલાવ સપ્ટેમ્બર 2025થી જોવા મળશે. આવકવેરા returnથી લઈને LPGના ભાવ, ATMના નિયમો અને ક્રેડિટ કાર્ડ સુધી – અનેક ક્ષેત્રોમાં નવા નિયમો લાગુ થવાના છે.
ચાલો જોઈએ કે 1 સપ્ટેમ્બર 2025થી કયા 10 મોટા નાણાકીય નિયમોમાં ફેરફાર થવાનો છે:
1. ITR ફાઈલિંગ:
આવકવેરા વિભાગે 2024-25 માટે ITR ફાઇલિંગની ડેડલાઇન વધારીને હવે 15 સપ્ટેમ્બર 2025 કરી છે. જે લોકો હજુ સુધી રિટર્ન ફાઇલ નથી કર્યું, તેઓ માટે આ છેલ્લો મોકો છે. મોડું કરશો તો પેનલ્ટી અને નોટિસ આવી શકે છે.
2. પોસ્ટ વિભાગનો મોટો ફેરફાર:
1 સપ્ટેમ્બરથી ભારત પોસ્ટે સામાન્ય પોસ્ટ સેવાને સ્પીડ પોસ્ટ સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. હવે દરેક ડોક્યુમેન્ટ અથવા સામાન દેશની અંદર મોકલવો હોય તો તે સ્પીડ પોસ્ટ મારફતે જ મોકલવો પડશે.
3. ચાંદીના હોલમાર્કિંગનો નવો નિયમ:
કેન્દ્ર સરકારે 1 સપ્ટેમ્બરથી ચાંદીના દાગીનાના હોલમાર્કિંગ માટે નવી ગાઈડલાઈન લાવવા જઈ રહી છે. હોલમાર્કિંગ હજુ સ્વૈચ્છિક રહેશે, પણ ગ્રાહકો માટે હવે ચાંદીની શુદ્ધતાને લઈને વધુ પારદર્શિતા રહેશે.
4. LPG સિલિન્ડર ભાવમાં સંભાવિત ફેરફાર:
દર મહિને 1મી તારીખે LPGના ભાવ સમીક્ષા કરવામાં આવે છે. ઓગસ્ટમાં કોમર્શિયલ સિલિન્ડર રૂ. 33.50 સસ્તો થયો હતો. સપ્ટેમ્બરથી ફરી ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે.
5. CNG, PNG અને જેટ ફ્યુઅલના ભાવમાં ફેરફાર:
LPG સિવાય CNG, PNG અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (AFT)ના ભાવમાં પણ 1 સપ્ટેમ્બરથી ફેરફાર શક્ય છે, જે વાહનચાલકો અને એર લાઇનના ખર્ચને અસર કરે છે.
6. ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર – SBI કાર્ડ:
SBI કાર્ડે ઘોષણા કરી છે કે 1 સપ્ટેમ્બરથી કેટલાક કાર્ડ પર ડિજિટલ ગેમિંગ અને સરકારી વેબસાઈટ્સ પર કરેલા ખર્ચ પર રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં. ગ્રાહકો માટે આ મહત્વનો અપડેટ છે.
7. ATMમાંથી વધુ રોકડ ઉપાડવી મોંઘી પડશે:
ઘણી બેંકો ATM ટ્રાન્ઝેક્શન માટે નવા ચાર્જ લાવવાનું આયોજન કરી રહી છે. મર્યાદા જેટલાં ફ્રી ટ્રાન્ઝેક્શન પછી વધુ રોકડ ઉપાડો તો વધુ ફી ચૂકવવી પડશે.
8. FD વ્યાજ દરની સમીક્ષા:
મોટાભાગની બેંકો હવે FDના વ્યાજ દરમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. બજારમાં વ્યાજ દર ઘટાડાની ચર્ચા છે. જે લોકો નિશ્ચિત આવક માટે FD પ્લાન કરી રહ્યા હોય, તેમણે ટૂંક સમયમાં પગલું લેવું જોઈએ.
9. UPS માટે નો નિયમઃ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) પસંદ કરવાની ડેડલાઇન 30 સપ્ટેમ્બર છે. અગાઉ આ તારીખ 30 જૂન હતી. આ દરમિયાન નિર્ણય ન લેવો આપની પેન્શન યોજના પર અસર કરી શકે છે.
10. ખાસ FD યોજનાઓમાં રોકાણનો નિયમઃ
ઇન્ડિયન બેંક અને IDBI બેંક જેવી સંસ્થાઓ હાલમાં 444, 555 અને 700 દિવસની ખાસ FD યોજનાઓ ચલાવી રહી છે. આ ખાસ FD યોજનાઓમાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
સપ્ટેમ્બર 2025થી અનેક નિયમો બદલાઈ રહ્યાં છે, જે તમારા નાણાકીય નિર્ણયો પર સીધો અસર કરી શકે છે. ITRની છેલ્લી તારીખથી લઈને FD અને LPGના ભાવ સુધી, દરેક બાબત પર નજર રાખવી જરૂરી છે. યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશો તો તમે આ પરિવર્તનોથી લાભ ઉઠાવી શકો છો.