સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. ત્યારે આવી જ એક યોજના MYSY-મુખ્યમુંત્રી યુવા સ્વાવલુંબન યાોજના છે. જેમાં વિદ્યાર્થીઓને ટ્યુશન માટે અમુક રકમની સહાયતા પૂરી પાડે છે. જાણો મુખ્યમુંત્રી યુવા સ્વાવલંબન યાોજના વિશે સંપૂર્ણ માહિતી..
1. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-12ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 90 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિધાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
3. 4, 50, 000 રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી પાસેથી મેળવવાનું રહેશે.
4. ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને તેમના અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર થશે.
5. સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઈ. બેઠકો પર પ્રવેશ મેળવતા વિધાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.
આ યોજના હેઠળ નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
ટ્યુશન ફી સહાય
1. પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 2,00,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
2. પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નસીંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યુશન ફીની 50% રકમ અથવા રૂપિયા 50,000/- તે બે પૈકી જે ઓછુ હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
3. પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 10,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
4. પાત્રતા ધરાવતા વિધાર્થીઓને ધોરણ-10 પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 25,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
5. સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિધાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિધાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઈ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિધાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.
જરૂરી પુરાવાઓ
અરજદારના પિતાનો આવકનો દાખલો (સક્ષમ અધિકારી પાસે થી)
સેલ્ફ ડેકલેરેશન ફોર્મ
એડમીશન લેટર (યુનિવર્સીટી ધ્વારા ઓનલાઈન પ્રવેશ બાદ મળતું પત્ર)
બેંક પાસબુક/કેન્સલ ચેક
ટયુશન ફી ની રસીદ (કોલેજ માંથી મળશે)
પાનકાર્ડ (પિતાનો)
રેશન કાર્ડ
આધારકાર્ડ
કોલેજ નો mysy શિષ્યવૃત્તિ બાબતે લેટર
ઇન્કમટેક્ષ રીટર્ન
રીટર્ન ભરતા ના હોઈ તો રીટર્ન ભરવાપાત્ર આવક નાં હોવાનું ડીકલેરેશન ફોર્મ
પાસપોર્ટ સાઈઝ ફોટો
ધો-12 ની માર્કશીટ
ખાસનોંધ
ફોર્મ ઓનલાઈન MYSY ની વેબસાઈટ પર થી ભરી સંલગ્ન યુનીવર્સીટી અથવા સરકાર માન્ય સેન્ટરો પર જઈ ઓરીજીનલ પુરાવાઓ સાથે ખરી નકલ ની ચકાસણી કરાવી જમા કરાવવું.
ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ અને અરજી માટે જરૂરી મેન્યુઅલ ફોર્મ ડાઉનલોડ કરવા માટે ની લિંક નીચે આપવામાં આવી છે.