logo-img
Irctc Kashmir Tour Package For 5 Days 6 Nights Check All The Details

IRCTC નું JANNAT-E-KASHMIR પેકેજ : કાશ્મીરમાં 5 રાત અને 6 દિવસ એકદમ સસ્તામાં!

IRCTC નું JANNAT-E-KASHMIR પેકેજ
Published by: Offbeat Team
| Last Updated: Aug 29, 2025, 10:28 AM IST

કોઈ પણ વ્યક્તિનું મન મોહવા માટે કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા જ પૂરતી છે. બરફથી ઢંકાયેલા પહાડો, લીલાછમ મેદાનો, ઝરણા અને વહેતી નદીઓ કાશ્મીરની સુદંરતાને વધુ સુંદર બનાવે છે. શાંત વાતાવરણ અને રંગબેરંગી ફૂલોથી સજેલી ઘાટીઓ કાશ્મીરને સ્વર્ગ બનાવે છે. જો તમે પણ કાશ્મીર ફરવા જવાનું વિચારી રહ્યા છો. તો IRCTC એક શાનદાર ટુર પેકેજ લઈને આવ્યું છે.

IRCTC કાશ્મીર માટે ટુર પેકેજ JANNAT-E-KASHMIR લઈને આવ્યું છે. જેમાં યાત્રીઓને 5 રાત અને 6 દિવસોનો આરામદાયક પ્રવાસ મળશે. આ ટુર પેકેજનો કોડ EPA018 છે. જેમાં યાત્રીઓને ખાવા-પીવાની અને રહેવા સુવાની સંપૂર્ણ વ્યવસ્થા મળે છે.

આ ટુર પેકેજની શરૂઆત 3 સપ્ટેમ્બર 2025એ પટનાથી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ એક ફ્લાઇટ ટુર પેકેજ છે. આમાં બાકીની જગ્યાઓ પર યાત્રીઓને ફેરવવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી પ્રવાસ આરામદાયક અને સરળ રહે.

ટુર દરમિયાન પ્રવાસીઓને શ્રીનગર, ગુલમર્ગ, સોન્માર્ગ અને પહેલગામ જેવા પ્રમુખ સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવશે. આ પેકેજમાં ગાઈડ અને ઈન્શ્યોરન્સની સુવિધા પણ સામેલ છે. આ સિવાય અન્ય સુવિધાઓ પણ પ્રવાસી માટે ઉપલબ્ધ છે.

આની કિંમતની વાત કરીએ તો એકલા પ્રવાસ કરતાં પ્રવાસી માટે 51860 રૂપિયા છે. ત્યારે બે લોકો સાથે પ્રવાસ પર જવાથી વ્યક્તિ દીઠ 42830 રૂપિયા છે અને ત્રણ લોકો સાથે પ્રવાસ કરવાથી દરેક વ્યક્તિને 41560 રૂપિયા ચુકવવાના રહેશે.

આ કિંમત પેકેજની સુવિધા અને અનુભવને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે. પેકેજમાં ફ્લાઇટ, બસ ટ્રાન્સફર, હોટલ સ્ટે, ગાઈડ અને ઈન્શ્યોરન્સ જેવી સુવિધાનો સમાવેશ થાય છે. આ પેકેજના માધ્યમે કાશ્મીરની પ્રાકૃતિક સુંદરતા અને પ્રમુખ પર્યટન સ્થળોનો અનુભવ મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now