Ayushman Bharat Yojana:દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
હકીકતમાં, આ એક આરોગ્ય યોજના છે જેના હેઠળ સરકાર પાત્ર લોકોને મફત સારવાર આપવાનું કામ કરે છે. આ યોજના હેઠળ, પહેલા પાત્ર લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે અને પછી કાર્ડધારકો આ કાર્ડ વડે તેમની મફત સારવાર મેળવી શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે અરજી કરવી
જરૂરી ડોક્યુમેન્ટ
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
રેશન કાર્ડ (નવો બારકોડેડ)
આધાર કાર્ડ
ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ 30 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.
આયુષમાન કાર્ડના ફાયદા પણ જાણો
જો તમે આયુષ્યમાં કાર્ડ બનાવડાવો છો તો તમે આ કાર્ડના માધ્યમે ફ્રીમાં સારવાર કરાવી શકો છો. આયુષ્યમાં કાર્ડ ધારકોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની લિમિટ મળે છે અને આ રૂપિયાથી કાર્ડધારક પોતાની મફતમાં સારવાર કરાવી શકે છે. જે ખર્ચ સરકાર ભોગવે છે.
કોનું આયુષમાન કાર્ડ બની શકે છે
જો તમે આયુષ્માન કાર્ડ બનાવડાવો છો, તો તમે આ કાર્ડ દ્વારા મફત સારવાર મેળવી શકો છો. આ યોજના માટે એવા લોકો પાત્ર છે જેઓ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે, જેઓ ગરીબ વર્ગમાંથી આવે છે, જેઓ પહેલાથી કોઈ મફત આરોગ્ય સેવાનો લાભ લઈ રહ્યા નથી, જો તમારા પરિવારમાં કોઈ અપંગ વ્યક્તિ છે, જો તમે અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાંથી આવો છો, જો તમે નિરાધાર અથવા આદિવાસી છો, જો તમે દૈનિક મજૂરી કામ કરો છો અને જો તમારી ઉંમર 70 વર્ષથી વધુ છે વગેરે લોકો આ યોજના માટે પાત્ર છે.
આ લોકોનું નથી બની શકતું આયુષમાન કાર્ડ
જે લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.
જે લોકો પાસે ESIC કાર્ડ છે.
જે લોકોની PF કપાય છે.
જે લોકો આર્થિક રીતે સારા છે
જે લોકોને સરકારી નોકરી છે.
જે લોકો ઇન્કમ ટેક્સ ભરે છે વગેરે..