ભારત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક સહાયતા પૂરી પાડે છે. ત્યારે સરકાર વિદ્યાર્થીઓ માટે પણ ઘણી યોજના ચલાવે છે. જેમાંથી એક યોજના ટ્રાન્સપોટેશન યોજના છે. તો ચાલો આ યોજના વિશે જાણીએ...
શું છે ટ્રાન્સપોટેશન યોજના?
ટ્રાન્સપોટેશન યોજનાના માધ્યમે ઘેરથી સ્કૂલ જવા-આવવા માટે અમુક રૂપિયા ચૂકવે છે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી ઘેરથી શાળાએ જાય છે તો સરકાર તેને જવા આવવાનું ભાડું ચૂકવે છે.
લાભ કોને મળે?
ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિધાર્થીએ 1 કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થીએ 3 કી.મી. કરતા વધુ અંતરે ચાલીને જવું પડતું હોય.
કેટલો લાભ મળે?
ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂ. 400
ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા વિધાર્થી માટે રૂ. 400
તમને જણાવી દઈએ કે, ઉક્ત સહાય બાળકને લઈ જનાર રીક્ષા માલિકને આપવામાં આવે છે.
ક્યાંથી મળે લાભ?
આની માટે લાયક વિદ્યાર્થી આ યોજનાનો લાભ સબંધિત સ્કૂલમાંથી લઈ શકે છે.