Home Education/Career Career News Job Oportunity In Airports Authority Of India Career Opportunities

AAIમાં સિનિયર આસિસ્ટન્ટ બનવા અરજી કરો. : પગાર ધોરણ, વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત જાણો.

AAIમાં સિનિયર આસિસ્ટન્ટ બનવા અરજી કરો.
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 09:18 AM IST

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે AAI દ્વારા સિનિયર આસિસ્ટન્ટના પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી પાડી દેવાયું છે. આ નોટિફિકેશન મુજબ, સિનિયર આસિસ્ટન્ટના કુલ 32 પદો પર ભરતી કરવામાં આવશે, જેમાં સિનિયર આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રોનિક્સ)ના કુલ 21 પદ, સિનિયર આસિસ્ટન્ટ (અકાઉન્ટ્સ)ના કુલ 10 પદ અને સિનિયર આસિસ્ટન્ટ (સત્તાવાર ભાષા-)ના કુલ 1 પદ પર ભરતી કરવામાં આવશે. આ પદો માટેની અરજી કરવાની વિન્ડો પાંચમી ઓગષ્ટથી શરૂ થઈ છે. સાથે જ ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો 26મી ઓગષ્ટ, 2025 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે.

આ રીતે પસંદગી થશે

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં ઉમેદવારોને વિષય સંબંધિત 100 માર્કથી વધુના સવાલ પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય બે કલાક નિયત કરાયો છે.

વયમર્યાદા

સિનિયર આસિસ્ટન્ટના પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 1 જુલાઈ, 2025 મુજબ, 18 વર્ષ તેમજ મહત્તમ વય 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો માટે વયમર્યાદામાં 5 વર્ષની છૂટ તેમજ OBC ઉમેદવારો માટે વયમર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.

પગારધોરણ અને અરજી ફી:

આ પદ પર પસંદ થનાર ઉમેદવારોને પ્રતિમાસ 36,000 રૂપિયાથી માંડીને 1,10,000 રૂપિયા પગાર આપવામાં આવશે. સાથે જ સામાન્ય OBC કે EWS ઉમેદવારોને અરજી ફી પેટે 1000 રૂપિયા ભરવાના રહેશે.

શૈક્ષણિક યોગ્યતા

સિનિયર આસિસ્ટન્ટ (ઈલેક્ટ્રોનિક્સ)ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતની કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થાનમાંથી ઈલેક્ટ્રોનિક્સ-ટેલિકમ્યુનિકેશન કે પછી રેડિયો એન્જિનિયરીંગમાં ડિપ્લોમા કર્યું હોવું જોઈએ. સિનિયર આસિસ્ટન્ટ (અકાઉન્ટ્સ)ના પદો પર અરજી કરવા માટે માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી B.Com ની ડિગ્રી હોવી જોઈએ. સિનિયર આસિસ્ટન્ટ (રાજભાષા)ના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત સંસ્થાનમાંથી હિંદી કે અંગ્રેજીમાં સ્નાતક કે સ્નાતકોત્તર ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now