Home Education/Career Career News Upsc Job Epfo Eo Ao Apfc Career Opertunitycareer Opportunities

UPSC દ્વારા EPFOમાં ભરતી! : EO, AO તેમજ APFC સહિતના કુલ 230 પદો પર અરજી

UPSC દ્વારા EPFOમાં ભરતી!
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 05:41 AM IST

સંઘ લોક સેવા આયોગ યાને UPSC દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન યાને EPFOમાં કુલ 230 પદો પર ભરતી માટે 29મી જુલાઈના રોજ વિસ્તૃત નોટિફિકેશન આપી દેવામાં આવ્યું છે. UPSC દ્વારા એનફોર્સમેન્ટ ઓફિસર EO, અકાઉન્ટ ઓફિસર્સ AO માટે કુલ 156 પદ તેમજ આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર APFC માટે કુલ 74 પદો પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જો તમે પણ UPSC EPFO 2025ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ તો તમે પણ સત્તાવાર વેબસાઈટ પર જઈને ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકો છો. અરજી કરવાની આખર તારીખ 18મી ઓગષ્ટ, 2025 નિયત કરવામાં આવી છે.

એનફોર્સમેન્ટ ઓફિસર-અકાઉન્ટ ઓફિસર માટે પાત્રતા

આ પદો પર અરજી કરવા માટે સામાન્ય તેમજ EWS વર્ગના ઉમેદવારોની વયમર્યાદા 30 વર્ષ, OBC વર્ગ માટે ઉમેદવારોની વયમર્યાદા 33 વર્ષ, SC-ST વર્ગ માટે ઉમેદવારની વયમર્યાદા 35 વર્ષ તેમજ દિવ્યાંગ વર્ગ માટે વયમર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો પાસે ભારતની કોઈપણ માન્યતાપ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાનની સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનર માટે પાત્રતા

આ પદ પર અરજી કરવા માટે સામાન્ય તેમજ EWS વર્ગના ઉમેદવારોની વયમર્યાદા 35 વર્ષ, OBC માટે વયમર્યાદા 38 વર્ષ, SC વર્ગના ઉમેદવારો માટે 40 વર્ષ જ્યારે ST વર્ગના ઉમેદવારો માટે વયમર્યાદા 35 વર્ષ રખાઈ છે, જ્યારે દિવ્યાંગો માટેની વયમર્યાદા 45 વર્ષ નક્કી થઈ છે. અરજી કરવા માટે જરૂરી છે કે, ઉમેદવારોએ ભારતની કોઈપણ માન્યતાપ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હોવી જોઈએ.

આ રીતે અરજી કરવી

અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલાં UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જવું. ત્યારબાદ ઓનલાઈન એપ્લાયનો વિકલ્પ પસંદ કરવો. ત્યારબાદ અરજી ફોર્મ ભરી દેવું. માંગેલી તમામ વિગતો તેમજ દાસ્તાવેજો સાથે ફોર્મ ભરવું અને સાથે ફી પણ ભરીને સબમિશન કરવું. આખરે તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી રાખવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now