Home Education/Career Sara Moin Isc Topper Lucknow Inspiring Story

ન આંખો, ન કાન... છતાં રચ્યો ઇતિહાસ! : 12મા ધોરણમાં 98.75% મેળવી સારા મોઈન બની ટોપર! જાણો સંઘર્ષથી સિદ્ધિ સુધીની પ્રેરણાદાયક સ્ટોરી

Sara Moin
Published by: Suman Dabhi
Last Updated: May 04, 2026, 06:44 AM IST

Sara Moin: હિંમત અને મહેનતનું જીવંત ઉદાહરણ બનીને 19 વર્ષીય સારા મોઈનએ સાબિત કર્યું છે કે કોઈ શારીરિક મર્યાદા સપનાઓને રોકી શકતી નથી. ઉત્તર પ્રદેશના લખનૌની રહેવાસી સારાએ લખનૌની પ્રતિષ્ઠિત ક્રાઈસ્ટ ચર્ચ કોલેજમાં ISC (12મા ધોરણ) બોર્ડ પરીક્ષામાં 98.75% મેળવીને ટોપ કર્યું છે. 258 વિદ્યાર્થીઓમાં સર્વોચ્ચ ગુણ મેળવનાર સારા જોવા કે સાંભળવામાં સંપૂર્ણ અસમર્થ છે અને બોલવામાં પણ તેને તકલીફ પડે છે.

બાળપણમાં આવી વિકટ પરિસ્થિતિ

સારા માત્ર ચાર વર્ષની હતી ત્યારે તેને સાર્કોઇડોસિસ નામના દુર્લભ રોગનું નિદાન થયું હતું. આ રોગે ધીરે ધીરે તેની દૃષ્ટિ છીનવી લીધી. થોડા વર્ષો પછી તેણે સાંભળવાની ક્ષમતા પણ ગુમાવી દીધી. છતાં આ તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સારાએ ક્યારેય હાર માની નહીં.તેના પિતા મોઈન અહેમદએ પુત્રીના ભવિષ્ય માટે નોકરી છોડી દીધી અને દરરોજ તેને શાળાએ લઈ જવાનું ચાલુ રાખ્યું. ક્રાઈસ્ટ ચર્ચ કોલેજે પણ સારા માટે ખાસ વ્યવસ્થા કરી હતી.

અભ્યાસ કેવી રીતે કર્યો?

સારા ઓર્બિટ રીડર જેવા અદ્યતન બ્રેઇલ ઉપકરણોનો ઉપયોગ કરીને અભ્યાસ કરતી હતી. પુસ્તકોને સ્કેન કરીને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરવામાં આવતા અને તે સ્પર્શ દ્વારા વાંચતી. પરીક્ષાના પેપર બ્રેઇલમાં આપવામાં આવતા અને તેના જવાબો ટેક્સ્ટમાં રૂપાંતરિત કરવામાં આવતા.તેના શિક્ષકો તેને પ્રેમથી હેલેન કેલર કહે છે. તેના શિક્ષક સલમાન અલી કાઝીને પણ આ સફળતા માટે ઘણો શ્રેય આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ : જાણો ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ

આચાર્યનું નિવેદન

કોલેજના આચાર્યએ કહ્યું, “સારાની આ સિદ્ધિ આખી સંસ્થા માટે ગર્વ અને પ્રેરણાનો વિષય છે. તેણે બતાવ્યું છે કે મર્યાદાઓ શરીરમાં હોય છે, સપનાઓમાં નહીં.”

સારા મોઈનની આ વાર્તા હજારો યુવાનોને પ્રેરણા આપી રહી છે અને એ સાબિત કરે છે કે ઈચ્છાશક્તિ સામે કોઈ અવરોધ ટકી શકતો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now