Google Summer Internship 2027 : જો તમે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છો અને ટેક જગતની સૌથી દિગ્ગજ કંપની Googleની સાથે કામ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ શાનદાર સમાચાર છે. ગૂગલે સત્તાવાર રીતે તેના લોકપ્રિય પ્રોગ્રામ 'Google Summer Internship 2027'ની જાહેરાત કરી દીધી છે. આ ઈન્ટર્નશિપ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કરિયરની શરૂઆતમાં જ ગૂગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીનો અનુભવ તમારા રિઝ્યુમને ઘણો મજબૂત બનાવશે અને ભવિષ્યમાં સારી નોકરીઓ મેળવવાનો રસ્તો ખોલી આપશે. જો તમે પણ ટેક્નોલોજી ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો, તો આ તક ગુમાવશો નહીં.
કયા વિદ્યાર્થીઓ માટે છે આ સુવર્ણ તક?
ગૂગલ આ સમર ઈન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા મુખ્યત્વે સોફ્ટવેર એન્જિનિયર ઈન્ટર્ન (Software Engineering Intern) ની ભરતી કરી રહ્યું છે. આ તક ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે સૌથી ઉત્તમ છે જેઓ હાલમાં કમ્પ્યુટર સાયન્સ અથવા તેને સંબંધિત કોઈપણ ટેકનિકલ ક્ષેત્રમાં બેચલર ડિગ્રી (B.Tech/B.Sc), માસ્ટર ડિગ્રી (M.Tech/M.Sc) કે ડુઅલ ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી રહ્યા છે.
આ પણ ખાસ વાંચો : NEET UG 2026 ઉમેદવારો માટે મોટી ખુશખબર! : હવે બેંક વેરિફિકેશન વગર પણ મળશે એડમિટ કાર્ડ
મનપસંદ જોબ લોકેશન પસંદ કરવાની છૂટ
આ ઈન્ટર્નશિપની એક સૌથી મોટી ખાસિયત એ છે કે અરજી કરતી વખતે વિદ્યાર્થીઓ પોતાની પસંદગીનું જોબ લોકેશન પસંદ કરી શકે છે. ગૂગલ દ્વારા ભારતમાં ઉમેદવારોને 3 શાનદાર લોકેશનના ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં હૈદરાબાદ, બેંગલુરૂ અને પુણે સામેલ છે. વિદ્યાર્થીઓએ આ ત્રણમાંથી કોઈપણ 1 લોકેશનની પસંદગી કરવાની રહેશે.
ઈન્ટર્નશિપ માટે જરૂરી યોગ્યતા અને સ્કીલ્સ
ગૂગલના આ પ્રતિષ્ઠિત પ્રોગ્રામનો હિસ્સો બનવા માટે અરજીકર્તા કમ્પ્યુટર સાયન્સ કે સંબંધિત ટેકનિકલ ફીલ્ડનો વિદ્યાર્થી હોવો જોઈએ. આ ઉપરાંત, તેને ડેટા સ્ટ્રક્ચર, સોફ્ટવેર ડેવલોપમેન્ટ, વિઝ્યુલાઇઝેશન ટૂલ્સ અને ડીબગિંગની સારી સમજ હોવી જરૂરી છે. કોડિંગ અને સિસ્ટમ સ્કીલ્સ તરીકે ડિસ્ટ્રિબ્યૂટેડ સિસ્ટમ, કોનકરન્સી, મલ્ટી-થ્રેડિંગ કે સિંક્રોનાઇઝેશન ડેવલોપ કરવાનો પ્રેક્ટિકલ અનુભવ અથવા ઊંડી જાણકારી હોવી જોઈએ.
આ પણ ખાસ વાંચો : Global Korea Scholarship 2026 : ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી તક
ઓનલાઈન અરજી કરવા માટેના સરળ સ્ટેપ્સ
ગૂગલ સમર ઈન્ટર્નશિપ માટે તમે નીચે આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન એપ્લાય કરી શકો છો:
સ્ટેપ 1 : સૌથી પહેલા ગૂગલના ઓફિશિયલ પોર્ટલ www.google.com પર જઈને તેના 'Careers' સેક્શનને ઓપન કરો.
સ્ટેપ 2 : કરિયર સેક્શનમાં તમને 'Software Engineering Intern, Summer 2027'ની લિંક જોવા મળશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3 : હવે સ્ક્રીન પર દેખાતા 'Apply' બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4 : ત્યારબાદ તમારું નામ, ઈમેલ આઈડી અને ફોન નંબર જેવી જરૂરી વિગતો ભરીને તમારી પ્રોફાઈલ બનાવો.
સ્ટેપ 5 : પ્રોફાઈલ બન્યા પછી તમારું લેટેસ્ટ અને અપડેટેડ સીવી (CV) અપલોડ કરો.
સ્ટેપ 6 : ખાસ ધ્યાન રાખો કે તમારું સીવી PDF કે DOCX ફોર્મેટમાં હોવું જોઈએ અને તેની સાઈઝ 2MBથી વધુ ન હોવી જોઈએ.
સ્ટેપ 7 : જોબ રિકમેન્ડેશન અને અન્ય જરૂરી નિયમો પર ટિક કર્યા બાદ ફોર્મમાં માંગવામાં આવેલી બાકીની માહિતી ભરો.
સ્ટેપ 8 : અંતમાં બધી જ વિગતો બરાબર ચેક કરીને ફોર્મ સબમિટ કરો.
સ્ટેપ 9 : ફોર્મ સબમિટ થયા પછી ભવિષ્યના રેફરન્સ માટે તેની એક પ્રિન્ટ આઉટ તમારી પાસે સાચવીને રાખો.





