Home Education/Career Education Career News These Great Job Opportunities Are Coming You Have This Job In The Banking Sector

SBI Clerk Recruitment: જુનિયર એસોસિયેટ ભરતી જાહેર : ફટાફટ ભરી લો આ વેબસાઈટ પર ફોર્મ, જાણો સંપૂર્ણ માહિતી

SBI Clerk Recruitment:  જુનિયર એસોસિયેટ ભરતી જાહેર
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 03:48 PM IST

તમે બૅન્કિંગ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનવાના સપના જોઈએ રહ્યા છો? તો આ તક તમારા માટે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના તરફથી આ વેકેન્સી આવી છે જે તમારા માટે એક સારી તક હોઈ શકે છે. SBI એ જુનિયર એસોસિયેટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) પદ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આજ ભરતી માટે કુલ 5180 પદની જગ્યા ભરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર 6 ઓગસ્ટ 2025 થી ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે, જેની અંતિમ તારીખ 26 ઓગસ્ટ 2025 નક્કી કરવામાં આવી છે.આ ભરતી અભિયાનને અંતર્ગત દેશમાંથી યોગ્ય અને ઈચ્છુક યુવાનોને બૅન્કિંગની દુનિયામાં આવાની તક મળી રહી છે. ખાસ વાત એ છે કે, પસંદ કરાયેલા ઉમેદવારોને ગણા સરકારી ભથ્થાની સાથે સારો પગાર પણ મળી રહેશે.

આ જગ્યાઓની અરજી કરવા માટે, ઉમેદવાર પાસે ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ઉપરાંત, અરજદારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત શ્રેણીઓને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટ આપવામાં આવશે. SC અને ST શ્રેણીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ, OBC શ્રેણીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે. આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, એક પ્રારંભિક પરીક્ષા હશે જેમાં ઉમેદવારોને અંગ્રેજી, સંખ્યાત્મક ક્ષમતા અને તર્ક પર 100 પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષા એક કલાકની રહેશે અને તેમાં નેગેટીવ માર્કિંગ હશે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવશે. જે ઉમેદવાર પ્રારંભિક પરીક્ષામાં પાસ થશે, તેમને મુખ્ય પરીક્ષા માટે બોલવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં સામાન્ય જાગૃતિ, અંગ્રેજી, ગણિત અને તર્ક સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. આ પછી, પસંદ કરાયેલા ઉમેદવારોની સ્થાનિક ભાષાની કસોટી લેવામાં આવશે. આ માટે, ઉમેદવારને તે વિસ્તારની ભાષા બોલવાની, વાંચવાની અને સમજવાની ક્ષમતા હોવી જોઈએ જ્યાં તે નિમણૂક ઇચ્છે છે.

અરજી ફી કેટલી છે?

અરજી કરતી વખતે, જનરલ, OBC અને EWS શ્રેણીના ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચૂકવવાની રહેશે, જ્યારે SC, ST અને દિવ્યાંગ ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

અરજી કેવી રીતે કરીએ?

અરજીની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે. તેના માટે ઉમેદવારોએ SBI ની વેબસાઈટ sbi.co.in પર જઈને ત્યાં "Careers" ના વિભાગમાં જઈને 'જુનિયર એસોસિયેટ ભરતી' 2025 થી જોડાયેલ લિંક ખોલવાની રહેશે. ફોર્મ ભર્યા પછી, તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને ફી ચુકવણી કરવી પડશે. અંતે, ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈને એને તમારી પાસે સુરક્ષિત રાખો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now