ઓનલાઈન શોપિંગ હોય કે ઓફલાઈન, આજકાલ દરેક જગ્યાએ UPI પેમેન્ટનો ઉપયોગ થાય છે. UPIનો ઉપયોગ એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ થાય છે. UPI પેમેન્ટને કારણે મોટાભાગના લોકોએ કેશ રાખવાનું બંધ કરી દીધું છે. UPI દ્વારા અમુક જ સેકન્ડમાં પેમેન્ટ કરી શકાય છે.
જોકે, ફોનમાં ઈન્ટરનેટ ન હોય ત્યારે UPI પેમેન્ટ નિરાશાજનક બની જાય છે. ઓછા નેટવર્કવાળા વિસ્તારોમાં ઈન્ટરનેટની સમસ્યા સામાન્ય છે. આવી સ્થિતિમાં, UPI પેમેન્ટ કરવું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત પેમેન્ટ પ્રોસેસિંગમાં અટકી જાય છે. આને ટાળવા માટે, તમે ઓફલાઈન UPI પેમેન્ટ કરી શકો છો. હા, UPI પેમેન્ટ ઈન્ટરનેટ વગર પણ કરી શકાય છે. જાણો સંપૂર્ણ પ્રોસેસ...
તમે UPI ચુકવણી ઑફલાઇન પણ કરી શકો છો
UPI પેમેન્ટ ઇન્ટરનેટ વિના ઑફલાઇન કરી શકાય છે. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. તમે ફોનના ડાયલરનો ઉપયોગ કરીને ઑફલાઇન UPI પેમેન્ટ કરી શકો છો.
આવી રીતે કરો ઓફલાઇન પેમેન્ટ
સ્ટેપ 1- ઓફલાઇન UPI પેમેન્ટ કરવા માટે તમારે સૌ પ્રથમ ફોનના ડાયલરને ઓપન કરવાનું રહેશે.
સ્ટેપ 2- તે બાદ *99# ડાયલ કરો. ધ્યાન રાખો કે મોબાઈલ નંબર તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિન્ક હોવો જોઈએ.
સ્ટેપ 3- પછી તમારી સામે ઘણા ઓપ્શન આવી જશે. આમાં સેન્ડ મની, રિક્વેસ્ટ મની, ચેક બેલેન્સ. માય પ્રોફાઇલ, પેન્ડિંગ રિક્વેસ્ટ, ટ્રાન્ઝેક્શન અને UPI PIN સામેલ છે.
સ્ટેપ 4 - જો તમે કોઈને પેમેન્ટ કરવા ઇચ્છતા હોય, તો સ્ક્રીનની જમણી બાજુએ Reply બટન પર ક્લિક કરો અને 1 લખો અને સ્ક્રીનની ઉપર જમણી બાજુએ Reply બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5 - આ પછી તમને મોબાઇલ નંબર, UPI ID, IFSC કોડ અથવા એકાઉન્ટ નંબર, બેંકનો વિકલ્પ મળશે. તમે મોબાઇલ નંબર અથવા UPI ID પસંદ કરીને આગળ વધી શકો છો.
સ્ટેપ 6- હવે રિક્વેસ્ટ કરેલી વિગતો ભરો અને પેમેન્ટ કરો. આ રીતે તમે ઇન્ટરનેટ વિના પણ ચુકવણી કરી શકો છો.