New Variant Of TVS Raider Launched: TVS એ તેની લોકપ્રિય 125cc બાઇક, Raider નું એક નવું અને અદ્યતન વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. કંપનીએ નવી 2025 TVS Raider ને “The Wicked Troika” નામ આપ્યું છે. તે ભારતની પહેલી 125cc બાઇક છે જેમાં Boost Mode, Dual Disc Brakes, અને Glide Through Technology (GTT) જેવા સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ સામેલ છે. નવી Raider ફક્ત એક મોટરસાઇકલ નથી, તે યુવાનો માટે પાવર, સ્ટાઇલ અને ટેકનોલોજીનું સંપૂર્ણ સંયોજન છે. TVS Raider 125 ના ફીચર્સ, કિંમત, ડિઝાઇન, પર્ફોર્મન્સ, સેફટી અને ટેકનોલોજીના વિશેની માહિતી જાણો.TVS Raider 125 ડિઝાઇન અને પર્ફોર્મન્સ
નવી TVS Raider 2025 ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ બાઇક સ્ટાઇલ, પ્રદર્શન અને ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. તેમાં એક નવો Boost Mode અને iGO Assist Technology આપવામાં આવી છે, જે 11.75Nm નો શ્રેષ્ઠ ટોર્ક આપે છે. આનો અર્થ એ થયો કે, બાઇક ઝડપી એક્સેલરેશન અને સ્મૂધ રાઈડ બંનેમાં સારું પ્રદર્શન કરે છે.TVS Raider 125 સેફટી ફીચર
સેફટી માટે, બાઇકમાં હવે ડ્યુઅલ ડિસ્ક બ્રેક્સ અને સિંગલ-ચેનલ ABS છે, જે સવારને વધુ સ્થિરતા અને નિયંત્રણ આપે છે. શહેરના ટ્રાફિકમાં ઓછી ઝડપે સરળ સવારી માટે, Glide Through Technology (GTT) ઉમેરવામાં આવી છે, જે સરળ સવારી અને સુધારેલ ફ્યુલ એફિશ્યન્સીમાં પણ વધારો કરે છે. નવા Raider 125 માં હવે 90/90-17 ફ્રન્ટ અને 110/80-17 રીયર ટાયર છે. સ્પોર્ટી રેડ એલોય વ્હીલ્સ અને મેટાલિક સિલ્વર ફિનિશ તેને પહેલા કરતાં વધુ આક્રમક અને સ્ટાઇલિશ બનાવે છે.TVS Raider 125 ફીચર અને ટેકનોલોજી
2025 TVS Raider માં હવે બે ડિસ્પ્લે વિકલ્પો સાથે આવે છે, પહેલું એડવાન્સ્ડ TFT ક્લસ્ટર છે, જેમાં 99 થી વધુ ફીચર છે અને બીજું રિવર્સ LCD ક્લસ્ટર છે જેમાં 85 થી વધુ ફીચર છે. બંને ડિસ્પ્લે TVS SmartXonnect પ્લેટફોર્મ પર આધારિત છે, જે બ્લૂટૂથ કનેક્ટિવિટી, વોઇસ આસિસ્ટ, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ હેન્ડલિંગ અને નોટિફિકેશન મેનેજમેન્ટ જેવા ફીચર્સ આપે છે. કંપનીએ Follow Me Headlamp ફીચર પણ સામેલ કર્યું છે, જે બાઇક બંધ કર્યા પછી થોડી સેકન્ડ માટે ચાલુ રહે છે. જેથી રાઇડર અંધારામાં પણ સરળતાથી રસ્તો જોઈ શકે. નવી Raider 125cc, 3-વાલ્વ એન્જિન દ્વારા સંચાલિત છે.TVS Raider 125 કિંમત અને ઉપલબ્ધતા
2025 TVS Raider બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત ₹95,600 (એક્સ-શોરૂમ, ભારત) થી શરૂ થાય છે. બંને મોડલ ઓક્ટોબર 2025 થી દેશભરના તમામ TVS મોટર શોરૂમમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ બાઇક એવા લોકો માટે યોગ્ય છે જેઓ સ્પોર્ટી ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી અને ઉત્તમ માઇલેજ ધરાવતી 125cc બાઇક શોધી રહ્યા છે.