logo-img
Top 5 Batsmen To Score Most Runs In India Australia Odis

ભારત-ઓસ્ટ્રેલિયા ODI માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન : કોહલી કે પોન્ટિંગ નહીં, પણ આ દિગ્ગજ આ યાદીમાં ટોપ પર છે

ભારત-ઓસ્ટ્રેલિયા ODI માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન
Published by: Offbeat Team
| Last Updated: Oct 17, 2025, 01:12 PM IST

Most ODI Runs in India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ 19 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ સીરિઝ પહેલા શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવમાં આવ્યો છે. આ વિરાટ કોહલી અને રોહિત શર્માની ઓસ્ટ્રેલિયાની ધરતી પર છેલ્લી ODI સીરિઝ હોઈ શકે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલાથી જ 2027 ODI વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પરંતુ તેમના ભવિષ્ય વિશે પ્રશ્નો હજુ પણ છે. ફેન્સ આ બંને અનુભવી ખેલાડીઓ પર ઉત્સુકતાથી નજર રાખશે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને રહેવા માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે એક રસપ્રદ લડાઈ પણ જોઈ શકાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયાએ 1980 થી 2025 દરમિયાન કુલ 152 વનડે મેચ રમી છે. બંને દેશો વચ્ચે વનડે ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા પાંચ ખેલાડીઓમાંથી ચાર ભારતીય છે. સચિન તેંડુલકર આ યાદીમાં ટોપ પર છે.

ભારત-ઓસ્ટ્રેલિયા વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

સચિન તેંડુલકર:'માસ્ટર બ્લાસ્ટર' એ 1991 થી 2012 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે 71 મેચમાં 44.59 ની એવરેજથી 3,077 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકરે 9 સેંચુરી અને 15 હાફ-સેંચુરી ફટકારી હતી. આ ટીમ સામે સૌથી વધુ 330 ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે.

વિરાટ કોહલી:'રન મશીન' કોહલીએ 2009 થી 2025 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે 50 મેચોમાં 54.46 ની એવરેજથી રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ 2,451 રન બનાવ્યા, જેમાં 8 સેંચુરી અને 15 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે.

રોહિત શર્મા:આ દિગ્ગજ બેટ્સમેન 2007 થી 2025 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે કુલ 46 મેચ રમ્યા છે. આ સમયગાળા દરમિયાન, રોહિત શર્માએ 57.30 ની એવરેજથી 2,407 રન બનાવ્યા, જેમાં 8 સેંચુરી અને 9 હાફ-સેંચુરીનો સમાવેશ થાય છે. 2 નવેમ્બર, 2013 ના રોજ બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માની શ્રેષ્ઠ ઇનિંગ 158 બોલમાં હતી અને તેમાં 16 છગ્ગા અને 12 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

રિકી પોન્ટિંગ:આ મહાન ઓસ્ટ્રેલિયન કેપ્ટને 1995 થી 2012 દરમિયાન ભારત સામે 59 વનડે રમી હતી, જેમાં 40.07 ની એવરેજથી 2,164 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, પોન્ટિંગે ભારત સામે 6 સેંચુરી અને 9 હાફ-સેંચુરી ફટકારી હતી.

મહેન્દ્ર સિંહ ધોની:ભારતને બંને ફોર્મેટમાં વર્લ્ડ કપ જીતાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 2006 થી 2019 દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે 55 વનડે રમી હતી, જેની 48 ઇનિંગ્સમાં 44.86 ની એવરેજથી 1,660 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ધોનીએ 2 સેંચુરી અને 11 હાફ-સેંચુરી ફટકારી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now