ભારતની ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે આખરે તેની નવી 2025 Hero Glamour X 125 ને લોન્ચ કરી છે. આ બાઇક તેની કિંમત અને શાનદાર સુવિધાઓને કારણે ઘણી ચર્ચામાં છે. આ બાઇકના ફીચર્સ, ફંક્શન, પર્ફોર્મન્સ, અને કિંમત વિશે જાણો.
સેગમેન્ટની પહેલી ક્રુઝ કંટ્રોલ બાઇક
નવી Glamour X 125 ની સૌથી સારી ખાસિયત તેની ક્રુઝ કંટ્રોલની સુવિધા છે. અત્યાર સુધી આ ફીચર ફક્ત KTM 390 Duke અને TVS Apache RTR 310 જેવી પ્રીમિયમ બાઇકમાં જ ઉપલબ્ધ હતા. તેમાં રાઇડ-બાય-વાયર થ્રોટલ અને ત્રણ રાઇડ મોડ્સ છે - Eco, Road અને Power. રાઇડર તેની જરૂરિયાત અને શૈલી અનુસાર બાઇકનું પરફોર્મન્સમાં ફેરફાર કરી શકે છે.
ટેકનોલોજી અને સુવિધાઓ
નવી Glamour X 125 ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ખૂબ જ આગળ છે. તેમાં કલર TFT ડિસ્પ્લે છે, જેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન છે. આ ઉપરાંત, તેમાં USB ટાઇપ-C ચાર્જિંગ પોર્ટ, ફુલ-LED લાઇટિંગ અને કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) પણ છે.
એન્જિન અને પર્ફોર્મન્સ
આ બાઇકમાં 124.7cc સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 8250rpm પર 11.4bhp પાવર અને 6500rpm પર 10.5Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. પર્ફોર્મન્સની દ્રષ્ટિએ, આ બાઇક હવે હીરો ની Xtreme 125R ની બરાબરી કરે છે.
વેરિઅન્ટ અને રંગ વિકલ્પો
હીરો Glamour X 125 બે વેરિઅન્ટમાં આવે છે. પહેલું ડ્રમ વેરિઅન્ટ છે, જેમાં Matt Magnetic Silver અને Candy Blazing Red કલર વિકલ્પો છે. બીજું ડિસ્ક વેરિઅન્ટ Metallic Nexus Blue, Black Teal Blue અને Black Pearl Red જેવા સ્ટાઇલિશ રંગોમાં ઉપલબ્ધ છે.
કિંમત
બેઝ ડ્રમ વેરિઅન્ટની કિંમત 89,999 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, જ્યારે ટોપ-સ્પેક ડિસ્ક વેરિઅન્ટ 1 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) માં ઉપલબ્ધ થશે.
બુકિંગ અને ડિલિવરી
આ બાઇકનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ગ્રાહકો તેને તમામ હીરો ડીલરશીપ અને સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરાવી શકે છે. કંપની ટૂંક સમયમાં સમગ્ર ભારતમાં આ બાઇકની ડિલિવરી શરૂ કરી શકે છે.