ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં હાઇબ્રિડ ટેકનોલોજી ઝડપથી લોકપ્રિય બની રહી છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ટોયોટા અર્બન ક્રુઝર હાઇરાઇડર, માત્ર ઓગસ્ટ મહિનામાં જ 9,000થી વધુ યુનિટ્સનું વેચાણ થયું છે. આ SUV તેની સ્ટાઇલિશ ડિઝાઇન, પ્રીમિયમ ફીચર્સ અને ઉત્તમ માઇલેજને કારણે મધ્યમ વર્ગના ગ્રાહકોની પ્રથમ પસંદગી બની રહી છે.
કિંમત અને વેચાણ
શરૂઆતની કિંમત: ₹11.34 લાખ (એક્સ-શોરૂમ)
ટોપ મોડલ કિંમત: ₹20.19 લાખ (એક્સ-શોરૂમ)
CNG વેરિઅન્ટ: ₹13.81 લાખથી શરૂ
વેચાણ (ઓગસ્ટ 2025): 9,000+ યુનિટ્સ
ફીચર્સ
હાઇરાઇડરમાં 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે Android Auto અને Apple CarPlayને સપોર્ટ કરે છે. વાયરલેસ ચાર્જિંગ પેડ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, 8-વે ઇલેક્ટ્રિક ડ્રાઇવર સીટ, કનેક્ટેડ કાર ટેકનોલોજી અને પેનોરેમિક સનરૂફ તેને પ્રીમિયમ SUVનો અનુભવ કરાવે છે.
સેફ્ટી ફીચર્સ
ટોયોટા હાઇરાઇડર સેફ્ટીમાં પણ અવ્વલ છે.
છ એરબેગ્સ
ABS with EBD, ESC
360-ડિગ્રી કેમેરા
હિલ હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)
ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ
એન્જિન વિકલ્પો
1.5L પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ (K-સિરીઝ)
1.5L સ્ટ્રોંગ-હાઇબ્રિડ (TNGA)
1.5L CNG એન્જિન
માઇલેજ (ARAI મુજબ)
પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ: 19.39 – 21.12 km/l
સ્ટ્રોંગ-હાઇબ્રિડ: 27.97 km/l
CNG વેરિઅન્ટ: 26.6 km/kg
➡️ એક ફુલ ટાંકીમાં SUV લગભગ 1200 કિમીનું અંતર કાપી શકે છે.
ટોયોટા હાઇરાઇડર ઓછી જાળવણી, હાઇબ્રિડ ટેકનોલોજી, પ્રીમિયમ ઇન્ટિરિયર અને સેગમેન્ટમાં શ્રેષ્ઠ માઇલેજને કારણે બજારમાં ધમાકેદાર લોકપ્રિયતા મેળવી રહી છે. આ SUV શહેર અને પરિવાર બંને માટે પરફેક્ટ કોમ્બિનેશન સાબિત થઈ રહી છે.