મુસાફરી દરમિયાન તમારી કારની સસ્પેન્શન સિસ્ટમ તમામ પ્રકારના રસ્તાઓ પર અસરગ્રસ્ત થઈ શકે છે. યોગ્ય જાળવણી ન કરવામાં આવે તો સસ્પેન્શન ઝડપથી બગડી શકે છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે, જે તમારી કારના સસ્પેન્શનને સલામત રાખવામાં મદદરૂપ બની શકે છે.
ખરાબ રસ્તા પર કાર ન ચલાવો
જો માર્ગ ખરાબ હોય તો અન્ય રસ્તો પસંદ કરવો વધુ સલામત છે. ખરાબ રસ્તા પર વાહન ચલાવવાથી સસ્પેન્શન પર વધારે દબાણ પડે છે અને કારના નીચેના ભાગને પણ નુકસાન થઈ શકે છે.
ઓવરલોડિંગ ટાળો
કારના સસ્પેન્શનને તેના નિર્માતાની સુચિત ક્ષમતા અનુસાર ડિઝાઇન કરવામાં આવે છે. વધારે વજન આપવાથી સસ્પેન્શન નબળું પડી શકે છે અને સામાન્ય રસ્તા પર પણ કાર ચલાવવી મુશ્કેલ બની જાય છે.
શાર્પ બ્રેક લગાવવાની આદત બદલો
અચાનક બ્રેક લગાવવાથી કારનું વજન આગળના સસ્પેન્શન પર વધુ પડતું આવે છે. આ વારંવાર થાય તો સસ્પેન્શનને નુકસાન થઈ શકે છે.
ભારે એક્સેસરીઝ લગાવવાનું ટાળો
જ્યારે કાર પર ભારવાળી એક્સેસરીઝ લગાવી દેવામાં આવે છે, ત્યારે કારનું કુલ વજન વધી જાય છે. આ સસ્પેન્શન પર વધારાનું દબાણ લાવે છે અને તેની આયુષ્ય ઘટાડે છે.