The Honda Livo is a stylish and mileage-friendly bike in the 110cc segment: Honda ની લોકપ્રિય Livo 110cc સેગમેન્ટમાં એક સ્ટાઇલિશ અને માઇલેજ-ફ્રેન્ડલી બાઇક છે, જે ગ્રામીણ અને શહેરી બંને મુસાફરી માટે બેસ્ટ ઓપ્શનમાંથી એક માનવામાં આવે છે. આ બાઇક તેના પ્રીમિયમ લુક અને ઓછી જાળવણી એન્જિન ટેકનોલોજી માટે ખૂબ જ માંગમાં છે. Honda Livo 2025 ની કિંમત ડ્રમ બ્રેક વેરિઅન્ટ માટે ₹78,277 (એક્સ-શોરૂમ) અને ડિસ્ક બ્રેક વેરિઅન્ટ માટે ₹80,843 (એક્સ-શોરૂમ) છે. શહેર અને વેરિઅન્ટના આધારે ઓન-રોડ કિંમતો બદલાઈ શકે છે.
Honda Livo 2025 પાવરટ્રેન
Honda Livo 2025 માં 109.51cc સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે જે BS6 Phase 2B અને OBD-2D કમ્પ્લાયન્ટ છે. આ એન્જિન રોજિંદા વપરાશ માટે યોગ્ય છે. તેનું પાવર આઉટપુટ 8.7bhp અને 9.3nm છે. ટ્રાન્સમિશન 4-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ એન્જિન સાયલન્ટ સ્ટાર્ટ ACG મોટર સાથે આવે છે, જે કંપનને ઓછું કરે છે. રિયલ ડ્રાઇવિંગ કંડીશનમાં Honda Livoની માઇલેજ સરળતાથી 60-65kmpl સુધીની આપે છે. Honda Livo ની ARAI સર્ટીફાઇડ માઇલેજ 60kmpl છે. 9 લિટર ફ્યુઅલ ટાંકી સાથે, તે એક વાર ફુલ કરવા પર 600 કિમીથી વધુની રેન્જ પ્રદાન કરે છે. eSP ટેકનોલોજી ફ્યુઅલ ઇન્જેક્શનને શ્રેષ્ઠ બનાવે છે, જે તેને લાંબી સવારી માટે આદર્શ બનાવે છે.
Honda Livo 2025 ના ફીચર શું છે?
Honda Livo 2025 અપડેટેડ ફીચર છે. તેમાં રીઅલ-ટાઇમ માઇલેજ માહિતી સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. તેમાં ECO ઇન્ડિકટર, સર્વિસ ડ્યુ ઇન્ડિકટર અને ગિયર પોઝિશન ડિસ્પ્લે જેવા ફીચર પણ છે. તેમાં CBS અને સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ સાથે ફ્રન્ટ ડિસ્ક અને રીઅર ડ્રમ બ્રેક્સ પણ છે. આ બાઇક ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં રોજિંદા મુસાફરીને સસ્તું બનાવે છે.




















