ભારતની અગ્રણી ટ્રેક્ટર ઉત્પાદક સોનાલિકા ટ્રેક્ટર્સે સપ્ટેમ્બર 2025માં નવો ઈતિહાસ રચ્યો છે, જેમાં કંપનીએ અત્યાર સુધીનું સૌથી ઊંચું માસિક વેચાણ નોંધાવ્યું છે. સ્થાનિક બજારમાં વધતી માંગ અને તહેવારોની મોસમના હકારાત્મક માહોલને કારણે કંપનીએ આ મહિનામાં કુલ 20,786 ટ્રેક્ટર વેચ્યા.
ટ્રેક્ટર આકર્ષક ભાવે ઉપલબ્ધ
સોનાલિકાએ ઓગસ્ટ 2025થી શરૂ થતી તેની વાર્ષિક યોજના "હેવી ડ્યુટી ધમાકા" શરૂ કરી, જે અંતર્ગત ખેડૂતોને આધુનિક ટેકનોલોજીવાળા ટ્રેક્ટર આકર્ષક ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. કેન્દ્ર સરકારે ટ્રેક્ટર પર GST 12%થી ઘટાડી 5% કર્યો, જેનાથી ખેડૂતોનો વિશ્વાસ વધ્યો અને ટ્રેક્ટર ખરીદી વધુ સરળ બની.કંપનીના એકીકૃત ઉત્પાદન એકમ અને મજબૂત સપ્લાય ચેઈનએ સમયસર ઉત્પાદન અને ડિલિવરીની ખાતરી આપી.
વૃદ્ધિનો મહત્વપૂર્ણ સીમાચિહ્ન
ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર રમણ મિત્તલે જણાવ્યું, "સપ્ટેમ્બર 2025માં 20,786 ટ્રેક્ટરનું વેચાણ અમારી વૃદ્ધિનો મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ ભારતીય ખેડૂતોની મહેનત અને ભાવનાને પ્રતિબિંબિત કરે છે."તેમણે વધુમાં કહ્યું કે લાંબો ચોમાસો અને GSTમાં ઘટાડાએ ખેડૂતોને નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. "અમે હંમેશા ખેડૂતોની સાથે રહીશું અને તેમના દરેક પાકની સફળતા માટે સમર્થન આપીશું,"