logo-img
Serious Lamborghini Accident In Mumbai

કરોડોની ગાડીનો ગંભીર અકસ્માત : મુંબઈમાં Lamborghiniના અકસ્માતનો વીડિયો વાયરલ, ડ્રાઈવર સુરક્ષિત

કરોડોની ગાડીનો ગંભીર અકસ્માત
Published by: Offbeat Team
| Last Updated: Sep 22, 2025, 07:42 PM IST

ભારતમાં સુપરકારનો ક્રેઝ સતત વધી રહ્યો છે, પરંતુ તેની સાથે અકસ્માતના સમાચાર પણ વારંવાર સામે આવે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક હાઈ-સ્પીડ લેમ્બોર્ગિની કોસ્ટલ રોડ પર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ.


શું થયું?

  • સોશિયલ મીડિયામાં અનેક યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયો વાયુવેગે વાયરલ થયો છે

  • વીડિયો મુંબઈના કોસ્ટલ રોડનો હોવાનું જણાવાયું.

  • અથડામણ બાદ કાર ઘણીવાર ફરતી રહી અને પછી અટકી ગઈ.

  • સદભાગ્યે, ડ્રાઈવર સુરક્ષિત રહ્યો અને કોઈ મોટી ઇજા થઈ નથી.


અકસ્માતનું કારણ

  • સત્તાવાર કારણ સામે આવ્યું નથી.

  • અંદાજ છે કે વધુ ઝડપ અને ભીનો રસ્તો નિયંત્રણ ગુમાવવાનું કારણ બન્યા.


લેમ્બોર્ગિનીના સેફ્ટી ફીચર્સ

સુપરકાર તરીકે લેમ્બોર્ગિનીમાં અનેક હાઈ-એન્ડ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે:

  • સ્ટ્રોંગ બ્રેક્સ

  • એરબેગ્સ

  • ABS (Anti-lock Braking System)

  • EBD (Electronic Brakeforce Distribution)

  • ટ્રેક્શન કંટ્રોલ

આ સુવિધાઓને કારણે જ ડ્રાઈવર અકસ્માત બાદ સલામત બહાર આવી શક્યો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now