logo-img
Royal Enfields Bullet Is Not A Bike But An Emotion

Royal Enfield ની નેક્સ્ટ જનરેશન Bullet 650 લોન્ચ : 93 વર્ષ પછી Bullet 650 નવા લુક અને દમદાર ફીચર્સમાં...

Royal Enfield ની નેક્સ્ટ જનરેશન Bullet 650 લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Nov 10, 2025, 11:28 AM IST

Royal Enfield launches its powerful version, the ‘Bullet 650’: Royal Enfield તેની પાવર અને પર્ફોર્મન્સની દુનિયામાં એક મોટું નામ છે. કંપનીની સૌથી જૂની બુલેટની વાત પણ અલગ હતી. 1932 માં લોન્ચ થયેલી Royal Enfield સતત પ્રોડક્શનમાં રહેનારી વિશ્વની સૌથી જૂની બાઇક છે. 93 વર્ષ પછી, બુલેટે સંપૂર્ણપણે નવો લુક લીધો છે. બુલેટ હવે તેના અત્યાર સુધીના સૌથી પાવરફુલ સ્વરૂપમાં, ‘Bullet 650’ રજૂ કરવામાં આવી છે.ક્લાસિક અને આધુનિક ટેક્નોલોજી

ઇટાલીના મિલાનમાં શરૂ થયેલા EICMA 2025 ઓટો શોમાં, રોયલ એનફિલ્ડે તેની સૌથી લોકપ્રિય બાઇકસમાંની એક, નેક્સ્ટ જનરેશનની Bullet 650 ને એક દમદાર એન્જિન સાથે લોન્ચ કરી છે. કંપનીએ નવી બુલેટ 650 રજૂ કરી છે, જે Royal Enfield બ્રાન્ડની 90 વર્ષ જૂની ભવ્ય પરંપરાને એક નવા યુગમાં લઈ જાય છે. આ બાઇક ક્લાસિક અને આધુનિક ટેકનોલોજીનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. 1932 થી આજ સુધી, બુલેટે તેની સરળતા, મજબૂત ડિઝાઇન અને વિશ્વસનીય પર્ફોર્મન્સથી વિશ્વભરના રાઇડર્સના દિલ જીતી લીધા છે. બ્રિટિશ યુગ દરમિયાન બનાવેલા હાથથી દોરેલા બ્લુપ્રિન્ટ્સથી લઈને ભારતીય સેનાના રણ અભિયાનો સુધી, બુલેટ હંમેશા નવા યુગને અનુરૂપ રહી છે. આ જ કારણ છે કે, ભારતમાં તે માત્ર એક બાઇક નથી પરંતુ લોકોનું ડ્રીમ બાઇક છે.રોયલ એનફિલ્ડ બુલેટ 650 એન્જિન

એન્જિનની વાત કરીએ તો, નવી બુલેટ રોયલ એનફિલ્ડના વિશ્વસનીય 648cc પેરેલલ-ટ્વીન એન્જિન દ્વારા સંચાલિત છે, જેણે Interceptor 650 અને Continental GT 650 માં તેની ક્ષમતા સાબિત કરી દીધી છે. આ એન્જિન છ-સ્પીડ ગિયરબોક્સ અને સ્લિપર ક્લચ સાથે જોડાયેલું છે, જે સ્મૂધ પર્ફોર્મન્સ અને રાઇડિંગનો અનુભવ આપે છે.રોયલ એનફિલ્ડ બુલેટ 650 ફીચર્સ

રોયલ એન્ફિલ્ડે નવી બુલેટની ચેસિસમાં સ્ટીલ ટ્યુબ્યુલર સ્પાઇન ફ્રેમનો ઉપયોગ કર્યો છે, જ્યારે સસ્પેન્શનમાં Showa યુનિટ્સ આપવામાં આવ્યા છે. આ બાઇક વાયર-સ્પોક વ્હીલ્સ અને ટ્યુબ-ટાઇપ ટાયર પર ચાલે છે, જે તેને ક્લાસિક લુક અને મજબૂત પકડ આપે છે. બુલેટ 650 નું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ક્લાસિક અને આધુનિકનું કોમ્બિનેશન છે. એનાલોગ ડાયલની સાથે ડિજિટલ LCD ડિસ્પ્લે આપી છે, જે ફ્યુલ, ટ્રિપ, ગિયર અને સર્વિસ રિમાઇન્ડર્સ જેવી માહિતી આપશે. રાઇડર્સ તેને પોતાની સ્ટાઇલ અનુસાર, રોયલ એનફિલ્ડની જેન્યુઇન એસેસરીઝ સાથે તેને કસ્ટમાઇઝ પણ કરી શકે છે.રોયલ એનફિલ્ડ બુલેટ 650 કિંમત

રોયલ એનફિલ્ડે જાહેરાત કરી છે કે, હાલમાં ફક્ત Canon Black વેરિઅન્ટ જ યુરોપ અને ઉત્તર અમેરિકામાં વેચાશે. UK માં તેની કિંમત £6,749 (આશરે ₹7.81 લાખ), ફ્રાન્સ અને જર્મનીમાં €7,340 (આશરે ₹7.48 લાખ) અને US માં $7,499 (આશરે ₹6.65 લાખ) છે, આ મોડલ 2026 માં વેચાણ માટે ઉપલબ્ધ થશે. બુલેટ 650 વૈશ્વિક બજાર માટે બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે: Cannon Black અને Battleship Blue. આમાંથી, કેનન બ્લેક 2026 થી યુરોપ અને ઉત્તર અમેરિકામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. જ્યારે કંપનીએ ભારત માટે લોન્ચ તારીખની જાહેરાત કરી નથી, બુલેટ 650 આવતા વર્ષે ભારતમાં રોયલ એનફિલ્ડની 650cc લાઇનઅપ - Interceptor, Continental GT અને Super Meteor ની સાથે જોડવામાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now